અમદાવાદ: થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે બિનવારસી હાલતમાં મળી આવેલી એક સગીરાની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે. સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું છે. આ મામલે સરદારનગર પોલીસે (Sardarnagar Police station) બનાસકાંઠાના આરોપીની ધરપકડ કરી છે. આ કેસના આરોપીએ ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા (Instagram friendship) કેળવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે માતાપિતાએ સગીરાનો ફોન (Mobile) લઈ લીધો હતો, જે બાદમાં તેણી ઘરેથી નીકળી ગઈ હતી.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી આયુષ રાણે (Ayush Rane) પર સગીરા સાથે દુષ્ક્રમનો આરોપ છે. છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદની સગીરા સાથે મિત્રતા કરીને તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી છેલ્લા ત્રણ માસથી દર અઠવાડિયે સગીરાને મળવા આવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો.
આ કારણે માતાપિતાએ લઈ લીધો હતો ફોન
બીજી તરફ સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાનું જાણ્યા બાદ માતાપિતાએ મોબાઈલ લઈ લીધો હતો. આ વાતનું મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ અને નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ હતી. 18 જૂનના રોજ રાત્રે દોઢથી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સગીરા રખડતી ભટકતી હાલતમાં મળી આવી હતી.
જે બાદમાં સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. આ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. જોકે, ગર્ભ મામલે હજુ સુધી સિવિલનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. જેથી પોલીસે સગીરાના માતાપિતાની શોધખોળ કરી છે અને આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
આરોપી આયુષ રાણે મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી ખેતી કામ કરે છે. એક મિત્રના ઇન્સ્ટાગ્રામ દ્વારા આરોપીએ સગીરા સાથે મિત્રતા કરી હતી. આરોપી દર રવિવારે બનાસકાંઠાથી અમદાવાદ આવતો હતો અને સગીરાને જુદી જુદી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. સોસિશયલ મીડિયામાં મિત્રતા બાદ દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ સગીરા ગર્ભવતી છે કે નહીં તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટના રિપોર્ટને લઈને હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. હાલમાં સગીરાને તેના માતાપિતાને સોંપવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર