Home /News /ahmedabad /

ચૂડેલની વિધિ કરવાના નામે યુવતીને ચુંબન કરવા લાગ્યો તાંત્રિક, ત્યારે જ થયું આવું!

ચૂડેલની વિધિ કરવાના નામે યુવતીને ચુંબન કરવા લાગ્યો તાંત્રિક, ત્યારે જ થયું આવું!

યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પેટા: તાંત્રિક બનેલો શખ્સ યુવતીના મામા નો જ નજીકના સબન્ધનો ભાઈ હતો અને તે આ હરકતો કરતો હતો ત્યાં જ યુવતીનો મંગેતર આવી ગયો, નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને ચૂડેલ આવે છે કહીને એક તાંત્રિકે વિધિ કરવાના બહાને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. તાંત્રિક આ યુવતીને રૂમમાં વિધિના નામે લઈ ગયો અને યુવતીના ભાઈને રૂમની બહાર મોકલી દીધો હતો. બાદમાં યુવતીને છાતી અને કપાળ તથા હાથ પર અડપલાં કરી ચુંબન કરવા લાગ્યો હતો અને જો આવું નહીં કરવા દે તો તેનો મંગેતર મૃત્યુ પામશે કહીને બળજબરી કરવા લાગ્યો હતો. તેવામાં જ યુવતીનો મંગેતર આવી જતાં તાંત્રિક ગભરાઈ ગયો હતો. તો બીજી બાજુ યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તેના માતા પિતા અને ભાઈ સાથે રહે છે. સાથે જ તે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. આ યુવતીના પિતા ઇસરોમાં નોકરી કરે છે. તેની સગાઈ ચારેક વર્ષ પહેલાં નરોડા ખાતે રહેતા એક યુવક સાથે થઈ હતી. ગત જાન્યુઆરી મહિનામાં આ યુવતીના નાનાનું અવસાન થયું હતું. જેથી પરિવાર સાથે આ યુવતી તેના મામાના ઘરે રોકાઈ હતી, ત્યારે મામાના એક ભાઈએ કહ્યું કે, તમારી ભાણીમાં જીમનાથ જેવું કંઈક આવે છે તેની કંઈક વિધિ કરવી પડશે. જે વાત યુવતીના મામાએ માતા-પિતાને કરી હતી. એકાદ મહિના પહેલા આ તાંત્રિક યુવતીના ઘરે આવ્યો હતો અને યુવતીના માતા-પિતાને કહ્યું કે, તેમની દીકરીમાં જીમનાથ કે ચુડેલ જેવું કંઈક છે તેના માટે તમે વિધિ નહીં કરો તો તમારી દીકરી હેરાન થશે અને અત્યારે તેના લગ્ન ના કરતા નહીં તો તમારો જમાઈ મરી જશે તેવી વાતો કરી હતી.

એકાદ અઠવાડિયા પછી આ શખ્સ યુવતીના ઘરે આવ્યો હતો અને વિધિ કરવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે, તારું લગ્નજીવન શાંતિથી નીકાળવું હોય તો હું કહું તેમ તારે વિધિમાં કરવું પડશે તેમ કહી યુવતીની છાતી તથા શરીર ઉપર હાથ ફેરવી અડપલાં કર્યા હતા. જેથી યુવતીએ આવું ન કરવા કહેતા આ પિન્ટુ નામના શખ્સે તારો મંગેતર મરી જશે તેવી વાતો કરી હતી. જેથી યુવતીએ ગભરાઈને આ બાબત કોઈને જણાવી નહોતી.

આ પણ વાંચો: સાબરકાંઠાનો હચમચાવી દેતો Video: જમીન ખોદી તો મળી આવી જીવિત નવજાત બાળકી

થોડા દિવસ પહેલા બપોરના સમયે આ યુવતી અને તેનો ભાઈ ઘરે હાજર હતા. ત્યારે પીન્ટુ નામનો શખ્સ ઘરે આવ્યો હતો અને વિધિના બહાને તેના ભાઈને બહાર બેસાડી દીધો હતો અને યુવતીને રૂમમાં લઈ ગયો હતો. બાદમાં વિધિના બહાને યુવતીના હાથ તથા છાતી તથા પેટના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો અને બંને હાથ તથા કપાળ ઉપર ચુંબન કરવા લાગ્યો હતો. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી ત્યારે શખશે તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારા મંગેતરનું મૃત્યુ થઈ જશે તેવી વાત કરી હતી. ત્યાં જ યુવતીનો મંગેતર ઘરે આવી જતા આ શખ્સને અડપલાં કરતાં જોઈ ગયો હતો જેથી મંગેતરે યુવતીના માતા પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં યુવતીએ આ અંગે પીન્ટુ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News, Police case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन