તામિલનાડુમાં રાજકીય સમીકરણ અટવાયા, સ્પીકરના નિર્ણય પર નજર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
તામિલનાડુમાં રાજકીય સમીકરણ અટવાયા, સ્પીકરના નિર્ણય પર નજર
તામિલનાડુમાં પલાનીસ્વામીની સરકાર રહેશે કે પછી કંઇક બીજુ થશે. એનો નિર્ણય થવાની ઘડીઓ ગણાઇ રહી છે, મુખ્યમંત્રી પલાનીસ્વામીએ વિધાનસભામાં આજે બહુમત સાબિત કરવાનો છે. 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે એમને 117 ધારાસભ્યો જોઇએ જ્યારે એમનો દાવો છે કે એમની પાસે 123 ધારાસભ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #તામિલનાડુમાં પલાનીસ્વામીની સરકાર રહેશે કે પછી કંઇક બીજુ થશે. એનો નિર્ણય થવાની ઘડીઓ ગણાઇ રહી છે, મુખ્યમંત્રી પલાનીસ્વામીએ વિધાનસભામાં આજે બહુમત સાબિત કરવાનો છે. 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે એમને 117 ધારાસભ્યો જોઇએ જ્યારે એમનો દાવો છે કે એમની પાસે 123 ધારાસભ્યો છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ સીએનએન ન્યૂઝ18 અનુસાર, પલાનીસ્વામીનો દાવો છે રે, 234 સભ્યોવાળી તામિલનાડુ વિધાનસભામાં એમણે 123 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. સરકારમાં રહેવા માટે એમણે 117 ધારાસભ્યોનું સમર્થન સિધ્ધ કરવાનું છે. આજે બહુમત પરિક્ષણ થશે. પૂર્વ સીએમ જયલલિતાના મોતના કારણે સીએમ પદ ખાલી થયું હતું. એમ કરૂણાનિધિ લાંબા સમયથી બિમાર છે એટલે તેઓ મત આપવા નહીં આવે. આ સ્થિતિમાં બે મત ઓછા થશે. એઆઇડીએમકેના 134 ધારાસભ્યો છે. જેમાં સ્પીકરનો પણ સમાવેશ થાય છે. સ્પીકર માત્ર એ સ્થિતિમાં જ મતદાન કરી શકે છે કે જ્યારે ટાઇ જેવી સ્થિતિ સર્જાય.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर