તામિલનાડુ વિધાનસભામાં 29 વર્ષ બાદ આજે ફરી વિશ્વાસનો મત લેવાશે, શું પલાનીસ્વામી તાકાત બતાવી શકશે?

H
Updated: January 1, 1970, 5:30 AM IST
તામિલનાડુ વિધાનસભામાં 29 વર્ષ બાદ આજે ફરી વિશ્વાસનો મત લેવાશે, શું પલાનીસ્વામી તાકાત બતાવી શકશે?
તામિલનાડુના નવા મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી શનિવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા જઇ રહ્યા છે. છેલ્લી ઘડીએ જો કોઇ મોટો ઉલટફેર ના થાય તો આશા રાખવામાં આવી રહી છે કે પલાનીસ્વામી ફ્લોર ટેસ્ટ પાસ કરી દેશે અને વિશ્વાસ મત જીતી જશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #તામિલનાડુના નવા મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી શનિવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા જઇ રહ્યા છે. છેલ્લી ઘડીએ જો કોઇ મોટો ઉલટફેર ના થાય તો આશા રાખવામાં આવી રહી છે કે પલાનીસ્વામી ફ્લોર ટેસ્ટ પાસ કરી દેશે અને વિશ્વાસ મત જીતી જશે. તામિલનાડુના રાજકારણમાં 29 વર્ષ બાદ કોઇ મુખ્યમંત્રી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા જઇ રહ્યા છે. વિધાનસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થશે અને એ બાદ ફ્લોર ટેસ્ટ કરાશે. પલાનીસ્વામી સામે પડકાર? કહેવાઇ રહ્યું છે કે, પલાનીસ્વામી સામે વિરોધીઓ મોટો પડકાર ઉભો કરી શકે એમ છે. પલાનીસ્વામી સામે વિશ્વાસ મત જીતવો જરૂરી છે એવા સંજોગોમાં વિરોધીઓ દ્વારા આજે સંખ્યાબળને લઇને તોડફોડ કરવાની આશંકા સેવાઇ રહી છે. જો આમ થાય તો પલાનીસ્વામી સામે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે એમ છે. પાર્ટી દ્વારા ભલે પન્નીરસેલ્વમને દુર કરાયા હોય પરંતુ આજે પણ પાર્ટીના ઘણાખરા ધારાસભ્યો પર એમનું પ્રભુત્વ જોવાઇ રહ્યું છે. ડીએમકે અને કોંગ્રેસ કરશે કરામત? ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું કે એમની પાર્ટી પલાનીસ્વામી સરકારના વિરૂધ્ધમાં વિશ્વાસ મતમાં મતદાન કરશે તો કોંગ્રેસે પણ વિશ્વાસ મતની વિરૂધ્ધમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે. માયાપોરના ધારાસભ્ય નટરાજે કહ્યું કે, હું ઇદાપડ્ડીના પલાનીસ્વામીની સરકારના વિશ્વાસ મતની વિરૂધ્ધ મતદાન કરવા માટે વિવશ છું. મે મારા મતવિશ્વાસના લોકો સાથે વાત કરી છે અને તેઓ એવું ઇચ્છી રહ્યા છે કે પન્નીરસેલ્વમે સરકારમાં રહેવું રહેવું જોઇએ. અન્નાદ્રુમકના 134 ધારાસભ્યો 234 ધારાસભ્યોની વિધાનસભામાં અન્નાદ્રુમક પાસે 134 ધારાસભ્યો છે. જોકે પન્નીરસેલ્વમ પાસે 11 ધારાસભ્યો છે. પરંતુ રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે પલાનીસ્વામીના વધુ કેટલાક ધારાસભ્યો પન્નીરસેલ્વમ સાથે છે અને આજે ફ્લોર ટેસ્ટમાં એના પરિણામ જોવા મળશે. આ સંજોગોમાં જો પન્નીરસેલ્વમનું પલ્લુ ભારે થાય તો પલાનીસ્વામી સામે મુસીબત થઇ શકે એમ છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर