તામિલનાડુ: વિશ્વાસ મત દરમિયાન પન્નીરસેલ્વમના સમર્થનમાં સુત્રોચ્ચાર, 1 વાગ્યા સુધી વિધાનસભા સ્થગિત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
તામિલનાડુ: વિશ્વાસ મત દરમિયાન પન્નીરસેલ્વમના સમર્થનમાં સુત્રોચ્ચાર, 1 વાગ્યા સુધી વિધાનસભા સ્થગિત
તામિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી તરફથી રજુ કરાયેલ વિશ્વાસ મત પર મતદાન શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન દ્રમુક ધારાસભ્યોએ હંગામો કર્યો અને એમણે પન્નીરસેલ્વમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે દ્રમુક અને પન્નીરસેલ્વમના સમર્થકોની ગુપ્ત મતદાનની માંગ રદ કરી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #તામિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી તરફથી રજુ કરાયેલ વિશ્વાસ મત પર મતદાન શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન દ્રમુક ધારાસભ્યોએ હંગામો કર્યો અને એમણે પન્નીરસેલ્વમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે દ્રમુક અને પન્નીરસેલ્વમના સમર્થકોની ગુપ્ત મતદાનની માંગ રદ કરી હતી. તો હંગામાને પગલે બપોરે 1 વાગ્યા સુધી વિધાનસભા સ્થગિત કરવામાં આવી છે. પલાનીસ્વામી સામે પડકાર? કહેવાઇ રહ્યું છે કે, પલાનીસ્વામી સામે વિરોધીઓ મોટો પડકાર ઉભો કરી શકે એમ છે. પલાનીસ્વામી સામે વિશ્વાસ મત જીતવો જરૂરી છે એવા સંજોગોમાં વિરોધીઓ દ્વારા આજે સંખ્યાબળને લઇને તોડફોડ કરવાની આશંકા સેવાઇ રહી છે. જો આમ થાય તો પલાનીસ્વામી સામે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે એમ છે. પાર્ટી દ્વારા ભલે પન્નીરસેલ્વમને દુર કરાયા હોય પરંતુ આજે પણ પાર્ટીના ઘણાખરા ધારાસભ્યો પર એમનું પ્રભુત્વ જોવાઇ રહ્યું છે. ડીએમકે અને કોંગ્રેસ કરશે કરામત? ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું કે એમની પાર્ટી પલાનીસ્વામી સરકારના વિરૂધ્ધમાં વિશ્વાસ મતમાં મતદાન કરશે તો કોંગ્રેસે પણ વિશ્વાસ મતની વિરૂધ્ધમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે. માયાપોરના ધારાસભ્ય નટરાજે કહ્યું કે, હું ઇદાપડ્ડીના પલાનીસ્વામીની સરકારના વિશ્વાસ મતની વિરૂધ્ધ મતદાન કરવા માટે વિવશ છું. મે મારા મતવિશ્વાસના લોકો સાથે વાત કરી છે અને તેઓ એવું ઇચ્છી રહ્યા છે કે પન્નીરસેલ્વમે સરકારમાં રહેવું રહેવું જોઇએ. અન્નાદ્રુમકના 134 ધારાસભ્યો 234 ધારાસભ્યોની વિધાનસભામાં અન્નાદ્રુમક પાસે 134 ધારાસભ્યો છે. જોકે પન્નીરસેલ્વમ પાસે 11 ધારાસભ્યો છે. પરંતુ રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે પલાનીસ્વામીના વધુ કેટલાક ધારાસભ્યો પન્નીરસેલ્વમ સાથે છે અને આજે ફ્લોર ટેસ્ટમાં એના પરિણામ જોવા મળશે. આ સંજોગોમાં જો પન્નીરસેલ્વમનું પલ્લુ ભારે થાય તો પલાનીસ્વામી સામે મુસીબત થઇ શકે એમ છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर