તામિલનાડુ વિધાનસભામાં તોડફોડ વચ્ચે પલાનીસ્વામીએ વિશ્વાસનો મત જીત્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
તામિલનાડુ વિધાનસભામાં તોડફોડ વચ્ચે પલાનીસ્વામીએ વિશ્વાસનો મત જીત્યો
તામિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામીએ આજે વિશ્વાસનો મત જીતી લીધો છે. શક્તિ પરિક્ષણ દરમિયાન પલાનીસ્વામીના પક્ષમાં 122 મત પડ્યા હતા તો 11 સભ્યોએ પલાનીસ્વામીના વિરોધમાં મતદાન કર્યું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #તામિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામીએ આજે વિશ્વાસનો મત જીતી લીધો છે. શક્તિ પરિક્ષણ દરમિયાન પલાનીસ્વામીના પક્ષમાં 122 મત પડ્યા હતા તો 11 સભ્યોએ પલાનીસ્વામીના વિરોધમાં મતદાન કર્યું હતું. શક્તિ પરિક્ષણ દરમિયાન સદનની મર્યાદાના લીરેલીરા ઉડ્યા, મુખ્યમંત્રી ઇકે પલાનીસ્વામી તરફથી રજુ કરાયેલ વિશ્વાસ મત દરમિયાન જોરદાર હંગામો થયો હતો. શશિકલાના સમર્થકોને છોડીને બાકીના અન્ય વિપક્ષી સભ્યો દ્વારા ગુપ્ત મતદાનની માંગ કરી હતી, જોકે સ્પીકરે એ માંગ ફગાવી હતી જેને પગલે ભારે હંગામો થયો હતો. ખુરશીઓ ઉછળી હતી અને માઇકો તોડાયા હતા તો સભ્યો સ્પીકર વેલ સુધી ધસી ગયા હતા અને સ્પીકરને ધક્કે ચડાવ્યા હતા. હંગામાને પગલે વિધાનસભા પહેલા 1 વાગ્યા સુધી અને બાદમાં 3 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી હતી. જોકે છેવટે વિશ્વાસનો મત પલાનીસ્વામીએ જીતી લીધો છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर