Home /News /ahmedabad /Ahmedabad News: નોટિસની બજવણી કરવા ગયેલા તલાટી સહિત સ્ટાફને જાનથી મારવાની ધમકી આપી અટકાવ્યા

Ahmedabad News: નોટિસની બજવણી કરવા ગયેલા તલાટી સહિત સ્ટાફને જાનથી મારવાની ધમકી આપી અટકાવ્યા

તલાટી સહિતના સ્ટાફને જાનથી મારવાની ધમકી મળી

Ahmedabad news: દબાણ અંગેની નોટિસની બજવણી માટે ગયેલ તલાટી સહિતના સ્ટાફને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોકોએ કહ્યું, ધમકી આપી કે જો અહીંથી ઊભા થશો તો અમે તમારા હાથ પગ તોડી નાખશું. ઉપરી અધિકારીને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદઃ દબાણ અંગેની નોટિસની બજવણી કરવા માટે ગયેલ તલાટી સહિતના સ્ટાફને બેસાડી દઈને અહીંથી ઊભા થશો તો તમારા હાથ પગ તોડી નાખીશુ તેવી ધમકી આપી હતી. લોકોએ અધિકારીને ફોન કરીને કોઈને પણ જાણ કરવાની ના પાડી દીધી હતી. આ સાથે ત્રણ કર્મચારીઓને પકડીને બેસાડી દીધા અને ધમકી આપી કે જો અહીંથી ઊભા થશો તો અમે તમારા હાથ પગ તોડી નાખશું. અંતે ઉચ્ચ અધિકારીને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

નોટિસની બજવણી રોકાવી જાનથી મારવાની ધમકી આપી


ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને સરકારી ચાવડીમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરતા દિપાલીબેન પરમાર તેમના સ્ટાફ સાથે જવાહર ચોક વિસ્તારમાં વિશ્વકર્મા નગર ખાતેની સરકારી ગૌચરે હેડે ચાલતી જમીનમાં હાલ ગેરકાયદેસર રીતે દબાણ થયેલ હોવાથી નોટિસની બજવણી કરવા માટે તેઓ ગયા હતા. નોટિસની બજવણીની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન નરેન્દ્ર બેરવા નામની વ્યક્તિ તેમની પાસે આવી અને તમે અહીંયા શું કરી રહ્યા છો, તમે કોણ છો? કહીને નોટિસની બજવણી કરતા રોકી દીધા હતા. તેમજ સ્થાનિક રહીશોને બોલાવી તેમની વિરુદ્ધમાં ઉશ્કેરણી કરીને સ્ટાફને એકદમ ઘેરી લીધો અને વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધો હતો.

આ પણ વાંચો: પત્ની સાથે કઢંગી હાલતમાં પકડાયેલા મિત્રની બે લોકોએ કરી કરપીણ હત્યા

મારવાની ધમકી આપી લોકો ગાળો બાલવા લાગ્યા


જોકે, ફરિયાદીએ તો ઉચ્ચ અધિકારીને જાણ કરવા માટે ફોન કરતા આરોપીએ કહ્યું હતું કે, જો તમે નોટિસની બજવણી કરશો તો જાનથી મારી નાખીશું. મારવાની ધમકી આપી ગંદી ગાળો બોલી ટોળાને ઉશ્કેરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીએ ટોળામાંથી નીકળવાનો પ્રયાસ કરતા નરેન્દ્ર ભેરવાઈ તેમની સાથેના ત્રણ કર્મચારીઓને પકડીને બેસાડી દીધા અને ધમકી આપી કે જો અહીંથી ઊભા થશો તો અમે તમારા હાથ પગ તોડી નાખશું. એટલું જ નહીં ગંદી ગાળો બોલીને ધમકી આપી હતી કે, તમે કોઈને ફોન કરતા નહીં અને કોઈનો ફોન ઉપાડતા નહીં.
" isDesktop="true" id="1262286" >

પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી


સમગ્ર મામલે ફરિયાદી આ બનાવની જાણ પોલીસને પણ કરી શક્યા ન હતા. નરેન્દ્ર ભેરવાએ બળજબરીથી તેઓની પાસે રહેલ નોટિસ છીનવી લીધેલ હતી. અંતે સાંજના સવા સાત વાગ્યાની આસપાસ ફરિયાદીના ઉપરી અધિકારીને ફોન કરવા દેતા તેઓ પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ સમગ્ર બનાવવાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, ગુજરાત, જાનની ધમકી, ધમકી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन