અમેરિકાએ સીરિયા પર ફેંકી 59 મિસાઇલ, ટ્રંપે 4 મિનિટમાં બરબાદ કર્યા 6 અરબ રૂપિયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમેરિકાએ સીરિયા પર ફેંકી 59 મિસાઇલ, ટ્રંપે 4 મિનિટમાં બરબાદ કર્યા 6 અરબ રૂપિયા
ગુરૂવારની રાતે અમેરિકાએ પહેલીવાર સીરિયાની અસદ સરકાર પર હુમલો કર્યો છે. યૂએસ નેવીએ આ હુમલો મેડિટેરિયન સીથી અસદ સરકારના નિયંત્રણવાળા એરબેઝ અને અન્ય બીજા ઠેકાણાને નિશાન બનાવ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ગુરૂવારની રાતે અમેરિકાએ પહેલીવાર સીરિયાની અસદ સરકાર પર હુમલો કર્યો છે. યૂએસ નેવીએ આ હુમલો મેડિટેરિયન સીથી અસદ સરકારના નિયંત્રણવાળા એરબેઝ અને અન્ય બીજા ઠેકાણાને નિશાન બનાવ્યા છે. રિપોર્ટસ અનુસાર ટ્રંપના આદેશ પર યૂએસ નેવીએ 4 મિનિટની અંદર એક પછી એક કરી 59 ટોમહોક મિસાઇલ ફેંકી અંદાજે 6 અરબ રૂપિયાથી વધુનો ધુમાડો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર એક ટોમહોક મિસાઇલની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુ છે. ટોમહોક મિસાઇલના ઉપયોગ કરવાનું કારણ એેની અચૂક મારક શક્તિ છે. આ મિસાઇલ અંદાજે 900 સમુદ્દી માઇલ સુધી મારક શક્તિ ધરાવે છે. જાણો ટોમહોક મિસાઇલની ખાસિયતો 1. યૂએસ નેવી માટે ટોમહોક ક્રુઝ મિસાઇલનો વિકાસ 1970ના દશકામાં થયો હતો. બાદમાં અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત એમાં સુધારા વધારા કરાયા. 2. પહેલી વખત ઓપરેશન ડેઝર્ડ સ્ટોર્મ અંતર્ગત 1991માં આ મિસાઇલનો ઉપયોગ કરાયો હતો. યૂએસ વોરશિપે ગત વર્ષે ઓક્ટોબરમાં યમનમાં આનો ઉપયોગ કર્યો હતો. 3. આ મિસાઇલ 20 ફૂટ લાંબી અને એનું વજન 2900 પાઉન્ડ છે. એની પાંખો આઠ ફૂટ 9 ઇંચની છે. 4. યૂએસ નેવી અનુસાર ટોમહોક 550 માઇલ પ્રતિ કલાકની ઝડપથી એક વારમાં 1000 પાઉન્ડ વિસ્ફોટક લઇ જઇ શકે છે. 5. આ મિસાઇલને ટારગેટ સેટ કરીને અંદાજે 900 સમુદ્દી માઇલ દુર સુધી ફેંકી શકાય છે. એમાં પાયલોટની જરૂર પડતી નથી. 6. આ મિસાઇલની કિંમત અંદાજે 1.59 મિલિયન યૂએસ ડોલર એટલે કે અંદાજે 10.23 કરોડ રૂપિયા છે.
First published: April 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर