પન્નીરસેલ્વમના વિદ્રોહ બાદ શશિકલાના સીએમ બનવા પર સસ્પેન્સ, રાજ્યપાલ લઇ શકે છે કાયદાની સલાહ

Haresh Suthar | News18 Gujarati
Updated: February 8, 2017, 8:10 AM IST
પન્નીરસેલ્વમના વિદ્રોહ બાદ શશિકલાના સીએમ બનવા પર સસ્પેન્સ, રાજ્યપાલ લઇ શકે છે કાયદાની સલાહ
તામિલનાડુમાં ઓ પન્નીરસેલ્વમના ખુલ્લા વિદ્રોહ બાદ અન્નાદ્રુમક સામે આંતરિક સંકટ વધી ગયું છે અને શશિકલાના સીએમ બનવા સામે સવાલો ઉભા થવા લાગ્યા છે. રાજ્યપાલ વિદ્યાસાગર રાવ મુંબઇમાં છે અને એમણે તામિલનાડુની રાજધાની ચેન્નાઇ પરત આવવાની રાહ જોવાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ શશિકલાને મુખ્યમંત્રીના શપથના એક દિવસ પહેલા કાયદાના જાણકારોની સલાહ લઇ શકે એમ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 8, 2017, 8:10 AM IST
નવી દિલ્હી #તામિલનાડુમાં ઓ પન્નીરસેલ્વમના ખુલ્લા વિદ્રોહ બાદ અન્નાદ્રુમક સામે આંતરિક સંકટ વધી ગયું છે અને શશિકલાના સીએમ બનવા સામે સવાલો ઉભા થવા લાગ્યા છે.

રાજ્યપાલ વિદ્યાસાગર રાવ મુંબઇમાં છે અને એમણે તામિલનાડુની રાજધાની ચેન્નાઇ પરત આવવાની રાહ જોવાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ શશિકલાને મુખ્યમંત્રીના શપથના એક દિવસ પહેલા કાયદાના જાણકારોની સલાહ લઇ શકે એમ છે.

ઓ પન્નીરસેલ્લમ તામિલનાડુ સીએમ પદથી રાજીનામું આપી ચુક્યા છે. પરંતુ મોડી રાતે શશિકલા વિરૂધ્ધ મોરચો ખોલ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો જનતા ઇચ્છે તો તેઓ રાજીનામુ પાછુ લઇ શકે એમ છે. પન્નીરસેલ્વમ પહેલા પીએચ પાંડિયને શશિકલાના મુખ્યમંત્રી બનવા પર સવાલ ઉઠાવ્યા હતા.
First published: February 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर