Home /News /ahmedabad /Ahmedabad: SRPમાંથી સસ્પેન્ડ થયો તોયે જવાનને અભરખા ના છૂટ્યા, પછી મહિલા સાથે કર્યું આવું...

Ahmedabad: SRPમાંથી સસ્પેન્ડ થયો તોયે જવાનને અભરખા ના છૂટ્યા, પછી મહિલા સાથે કર્યું આવું...

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime news: પોલીસ કસ્ટડીમાં (Police custody) કાળા બુરખામાં રહેલો આ શખ્સ સલીમમિયા હુસેનમિયા રાઠોડ છે. આરોપીએ પોલીસ બનીને (fake police) રોફ જમાવીને એક મહિલા પાસેથી રૂ 11 હજાર પડાવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad city) નરોડા વિસ્તારમાં પોલીસે નકલી પોલીસની (face police arrested) ધરપકડ કરી છે. પોલીસ બનીને સસ્પેન્ડેડ SRP જવાને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા હતા. નરોડા પોલીસે (Naroda police) આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. પોલીસ કસ્ટડીમાં (Police custody) કાળા બુરખામાં રહેલો આ શખ્સ સલીમમિયા હુસેનમિયા રાઠોડ છે. આરોપીએ પોલીસ બનીને રોફ જમાવીને એક મહિલા પાસેથી રૂ 11 હજાર પડાવ્યા હતા.

ઘટનાની વાત કરી એ તો કૃષ્ણનગર માં રહેતા કનકબેન ઝાલા ખરીદી કરવા નરોડા નેશનલ હેડલુમથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપી સલીમમિયા પોલીસ બનીને ગાડી લઈને આવ્યો અને મહિલાને ગાડીમાં બેસીને કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન આવવાનું કહ્યુંને ધમકી આપીને રોફ જમાવ્યો હતો.

આ મહિલા ગાડીમાં બેસી એટલે આરોપીએ નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ લઈને મહિલાને લાફો ઝીકીને તેના પર્સમાંથી રૂ 11 હજારની લૂંટ કરી હતી. પોલીસે બાતમીના આધારે નકલી પોલીસને ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ-ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

નકલી પોલીસ બનીને રોફ જમાવીને લૂંટ કરનાર આરોપી સલીમમીયા રાઠોડ અગાઉ SRPમા ફરજ બજાવતો હતો. પરંતુ કોઈ કારણસર તેને સસ્પેન્ડ કરવામા આવ્યો હતો. દેખાવમા પોલીસ જેવો દેખાવ હોવાનો ફાયદો ઉઠાવીને આરોપીએ પોતાની ગાડીમા પોલીસનુ નામ પેડ લગાવીને રોફ જમાવવા નીકળતો હતો.

આ પણ વાંચોઃ-OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!

અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આરોપી વિરૂધ્ધ ગાંધીનગરમા પણ ફરિયાદ નોંધાઈ હોવાનુ તપાસમા ખુલ્યુ છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-OMG! 8 પુત્રોની 29 વર્ષની માતા 9માં પુત્રને આપશે જન્મ!, લોકો ફૂટબોલ ટીમ બનાવવા માટે આપે છે સુઝાવ

વટવામા રહેતો આરોપી સલીમમીયા કયા કારણસર SRPમાંથી સસ્પેન્ડ થયો છે. આ ઉપરાંત નકલી પોલીસ બનીને કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તે તમામ મુદ્દે પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટી નીકળ્યો હતો. અનેક એવા આરોપીઓ પકડાયા હતા કે જે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાનું કહી તોડ કરતા હતા. ત્યારે વધુ એક આવો બનાવ બનતા આરોપીએ કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે તપાસ તેજ કરાઈ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Fake police, Gujarati News News