કુલભૂષણ મામલે શશી થરૂરની મદદ અંગે સુષમાએ કહ્યું- અમારી પાસે ટેલેન્ટની કમી નથી

Haresh Suthar | News18 Gujarati
Updated: April 12, 2017, 10:32 AM IST
કુલભૂષણ મામલે શશી થરૂરની મદદ અંગે સુષમાએ કહ્યું- અમારી પાસે ટેલેન્ટની કમી નથી
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એ વાતોને બેબુનિયાદ ગણાવી છે કે જેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર સંસદમાં કુલભૂષણ જાધવ મામલે મોદી સરકારને મદદ કરવાના છે. જોકે સુષમાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, મારા મંત્રાલયમાં પ્રતિભાની કોઇ કમી નથી, મારી પાસે સક્ષમ સચિવો છે અને એમનો સહયોગ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 12, 2017, 10:32 AM IST
નવી દિલ્હી #વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એ વાતોને બેબુનિયાદ ગણાવી છે કે જેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર સંસદમાં કુલભૂષણ જાધવ મામલે મોદી સરકારને મદદ કરવાના છે. જોકે સુષમાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, મારા મંત્રાલયમાં પ્રતિભાની કોઇ કમી નથી, મારી પાસે સક્ષમ સચિવો છે અને એમનો સહયોગ છે.

અહીં નોંધનિય છે કે, પૂર્વ વિદેશ મંત્રી શશિ થરૂર કુલભૂષણ જાધવના મુદ્દે સરકારને એકસુત્રીય નિવેદનનો મુસદ્દો તૈયાર કરવા માટે મદદ કરવાના છે એવી વાત સામે આવી હતી.

જાણવા મળ્યા મુજબ કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપવાને લઇને સંસદમાં બુધવારે પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથસિંહે આ મામલે બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर