સુરતઃમેયરની પુત્રીના અનોખા લગ્ન, નવદંપતીની રક્તતુલાનો પ્રથમ પ્રસંગ!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃમેયરની પુત્રીના અનોખા લગ્ન, નવદંપતીની રક્તતુલાનો પ્રથમ પ્રસંગ!
સુરતઃસુરતમાં મેયરની પુત્રીના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં નવદંપતીની રક્તતુલા કરવામાં આવી હતી. આ સાંભળીને તમને નવાઇ જરૂર લાગશે પણ આશ્ચર્ય ચકિત કરતો આ રક્તતુલાના પ્રસંગના અનેક મહેમાનો પણ સાક્ષી બન્યા હતા. અત્યાર સુધી કોઈ રાજકીય આગેવાન, કોઈ સાધુ-સંત કે કોઈ જ્ઞાતિના અગ્રણીની રક્તતુલાની જ વાત આપણે સાંભળી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃસુરતમાં મેયરની પુત્રીના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં નવદંપતીની રક્તતુલા કરવામાં આવી હતી. આ સાંભળીને તમને નવાઇ જરૂર લાગશે પણ આશ્ચર્ય ચકિત કરતો આ રક્તતુલાના પ્રસંગના અનેક મહેમાનો પણ સાક્ષી બન્યા હતા. અત્યાર સુધી કોઈ રાજકીય આગેવાન, કોઈ સાધુ-સંત કે કોઈ જ્ઞાતિના અગ્રણીની રક્તતુલાની જ વાત આપણે સાંભળી હતી. સુરતના મેયરની પુત્રીના લગ્નમાં બુધવારે રાત્રે આઠ વાગ્યે સગાઈ થઈ હતી.વેસુના વીઆઈપી રોડ ખાતે થઈ હતી. જેમાં અત્યાર સુધીના તમામ સગાઈ કરતા કદાચ એટલા માટે અલગ હતી કે અહીં નવ દંપતીની રક્તતુલા કરવામાં આવી હતી. દીકરી અને જમાઈની રક્તતુલા લગ્નના દિવસે જ કોઈએ કરી હોય તેવો સંભવતઃ ગુજરાતનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. ડો. પ્રફુલ્લભાઈ શિરોયા તેમજ મેયર અસ્મિતાબહેન શિરોયાની પુત્રી ડો. કોમલના લગ્ન ડો. મિહિરના લગ્ન લેવાયા છે. ત્યારે આ લગ્ન પ્રસંગ અનોખો હતો.કારણ કે અહીં રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, થેલેસેમિયા સંદર્ભે જાગૃતિ આવે તેવાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં.તો સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે સગાઈ સમારંભમાં ભાવિ નવદંપતીની રક્તતુલા કરવામાં આવી હતી. જેના માટે શિરોયા પરિવારના જ 350 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ ઉપરાંત અન્ય લોકોએ પણ રક્તદાન કરતા આશરે 500 બોટલ રક્ત એકત્ર થયું હતું.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर