સુરત લઠ્ઠાકાંડ કેસમાં મૃતકોને વળતર મામલે ચુકાદો અનામત

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરત લઠ્ઠાકાંડ કેસમાં મૃતકોને વળતર મામલે ચુકાદો અનામત
અમદાવાદઃ સુરત લઠ્ઠાકાંડ કેસમાં હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત રહી છે કે આ કેસમાં દારૂ પીવાના લીધે મૃત્યુ થયા હોવાથી મૃતકોને વળતર મળવા પાત્ર નથી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ સુરત લઠ્ઠાકાંડ કેસમાં હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત રહી છે કે આ કેસમાં દારૂ પીવાના લીધે મૃત્યુ થયા હોવાથી મૃતકોને વળતર મળવા પાત્ર નથી.
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ત્યારે આ સંજોગોમાં દારૂ પીવાથી મૃત્યુ થાય તો મૃતકોને વળતર મળે નહીં.ઉપહાર સિનેમાને જે કેસ છે, તેમાં થિયેટર માલિકોની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે આ કેસમાં દારૂ પીવાથી મૃત્યુ થયા છે.આ પહેલાં હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો હતો કે, પિડીતોને વળતર કેમ આપવામાં આવ્યુ નથી તે જણાવો. હાઈકોર્ટનુ અવલોકન છે કે સુરતમાં થયેલા લઠ્ઠાકાંડ માટે રાજ્ય સરકાર જવાબદાર છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટેરાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે વચેટિયાઓને પકડવાના બદલે જે લોકો દારૂ ઉપલબ્ધ કરાવે છે તેની સામે રાજ્ય સરકાર શા માટે પગલા લેતી નથી. દારૂના કેસ માટે પોલીસ
વિભાગમાં કોઈ અલગ શાખા છે કે નહીં.બીજી તરફ હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે તપાસ દરમિયાન કેસમાં જેમના નામ ખુલ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ફાઇલ તસવીર
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर