મહત્વનો ચૂકાદો, દત્તક આપ્યાના 10 વર્ષ બાદ પુત્રીનો કબ્જો માંગનાર માતા-પિતા અરજી નામંજૂર
News18 Gujarati Updated: November 4, 2019, 10:26 PM IST

પ્રતિકાત્મક તસવીર
ઓસ્ટ્રેલિયાવાસી જન્મદાતા માતા-પિતાની કાયમી ધોરણે ચાઈલ્ડ કસ્ટડીની માંગ કરતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે નકારી કાઢી.
- News18 Gujarati
- Last Updated: November 4, 2019, 10:26 PM IST
સંજય જોશી, અમદાવાદ: સુરત શહેરમાં સ્વેચ્છાએ દત્તક આપેલી પુત્રીના સગા માતા-પિતાએ પાલક માતા-પિતા પાસેથી દસ વર્ષ બાદ ફરીથી પુત્રીજો કાયમી કબજો માંગવા કોર્ટમાં અરજી કરી, જોકે કોર્ટે તરૂણ બાળકીના નિવેદન અને અન્ય નિર્દેશને ધ્યાનમાં રાખી જન્મ આપનાર માતા-પિતાની અરજી નામંજૂર કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયા રહેવાસી માતા-પિતાએ પોતાની બાળકી 10 વર્ષ પહેલા સ્વેચ્છા સુરતના માતા-પિતાને દત્તક આપી હતી. આ વાતને 10 વર્ષ વિત્યા બાદ એટલે કે દીકરી પણ 13 વર્ષની થયા બાદ પુત્રીનો કાયમી કબ્જો મેળવવા માંગતા હતા, આખરે આ મામલો સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાવાસી જન્મદાતા માતા-પિતાની કાયમી ધોરણે ચાઈલ્ડ કસ્ટડીની માંગ કરતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, સગીર બાળકીની કેફિયત જાણીને સુરત ફેમિલી કોર્ટના જજ બી.કે. ચંદારાણાએ નકારી કાઢી છે.કોર્ટે સગીર બાળકીના કલ્યાણ અને ઉછેરને ધ્યાને લઇને જન્મ આપનાર વાલીને બદલે પાલક વાલીને સગીર બાળકીનો કાયમી કબજો દત્તક લેનાર પાલક માતા-પિતા પાસે યથાવત રાખવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ૧૩ વર્ષની સગીર બાળકીની ઈચ્છા જાણવા કોર્ટ સમક્ષ પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન સગીર કિશોરીએ પોતાના ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા માતા-પિતાની સાથે ઓસ્ટ્રેલિયા જવાને બદલે પોતાના પાલક માતાપિતા સાથે સુરતમાં રહેવા માંગતી હોવાની કેફીયત આપી હતી.
કોર્ટે આખરે રેકોર્ડ પરના પુરાવા તથા સગીર બાળકીના કલ્યાણ અને ભવિષ્યને ધ્યાને લઈને કુદરતી માતા-પિતાની કસ્ટડી માંગતી અરજી રદ કરી હતી. કોર્ટે કુદરતી વાલીને બદલે પાલક માતા-પિતાને બાળકીનો કાયમી કબજૉ સોંપવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

Loading...