કોંગ્રેસ સ્ટેન્ડ ક્લીયર નહી કરે તો અનામત માટે અલગ પક્ષ બનાવી લડશુંઃએસપીજી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કોંગ્રેસ સ્ટેન્ડ ક્લીયર નહી કરે તો અનામત માટે અલગ પક્ષ બનાવી લડશુંઃએસપીજી
થોડા સમયમાં ચુંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે, હજી સુધી કોગ્રેસ દ્વારા પાટીદારોના કેટલાક પ્રશ્નો અંગે સ્ટેન્ડ કલીયર કરવામાં આવ્યુ નથી ત્યારે આજરોજ સુરત એસપીજી દ્વારા શહેર કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
થોડા સમયમાં ચુંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે,  હજી સુધી કોગ્રેસ દ્વારા પાટીદારોના કેટલાક પ્રશ્નો અંગે સ્ટેન્ડ કલીયર કરવામાં આવ્યુ નથી ત્યારે આજરોજ સુરત એસપીજી દ્વારા શહેર કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્રમાં પાટીદારોને અનામત આપવા, શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી, પોલીસ સામે કાર્યવાહી તથા પાટીદાર ઉત્થાન માટે પાટીદાર આયોગની રચના કરવામાં આવે તેવા મહત્વના પ્રશ્ન શહેર પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા  અને આ તમામ પ્રશ્નો અંગે તેમનો શુ  વિચાર તથા મત છે તે અંગે લેખિતમાં જવાબ આપવા જણાવવામાં આવ્યુ હતુ. જો કોગ્રેસ દ્વારા પણ તેમનું સ્ટેન્ડ કલીયર કરવામાં નહિ આવશે તો આગામી સમયમાં પાટીદારો દ્વારા ભાજપની જેમ કોગ્રેસનો પણ વિરોધ કરી  અલગથી એક પાર્ટીની રચના કરી પોતાના હક માટે લડાઇ લડવાની તૈયારી બતાવવામાં આવી હતી.
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर