લાંચના છટકા ગોઠવવામાં સુરત ACB રાજ્યમાં પ્રથમ ક્રમે; આટલા કેસો કર્યા

હાલ 36 જેટલા સરકારી બાબુઓ પોલીસ ચોપડે વોન્ટેડ છે. આ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ,પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ ગોહિલ, રેલવેના અધિકારી સોનુ મોર્યનો સમાવેશ થાય છે.

News18 Gujarati
Updated: October 12, 2019, 3:59 PM IST
લાંચના છટકા ગોઠવવામાં સુરત ACB રાજ્યમાં પ્રથમ ક્રમે; આટલા કેસો કર્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 3:59 PM IST
નવીન ઝા, અમદાવાદ: રાજ્યની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ છેલ્લા ઘણા સમયથી લાંચિયા અધિકારીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ત્યારે આ વર્ષે લાંચના છટકા ગોઠવવામાં સુરત એકમે રેકોર્ડ સર્જ્યો છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષમાં અત્યાર સુધી એસીબીએ કુલ 202 કેસો દાખલ કર્યા છે અને 341 આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, એસીબી અલગ-અલગ એકમોમાં કામ કરતી હોય છે ત્યારે આ વખતે સુરત એકમે તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2019માં સુરત એકમમાં કુલ 51 કેસો થયા છે. જે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે અમદાવાદ એસીબી એકમ 36 કેસ સાથે બીજા ક્રમાંકે છે એની સાથો સાથ ગાંધીનગર એકમ દ્વારા 18, વડોદરા એકમ દ્વારા 35, રાજકોટ એકમ દ્વારા 31, જૂનાગઢ એકમ દ્વારા 13 અને બોર્ડર એકમ દ્વારા 18 કેસો નોંધાયા છે.

મહત્વની બાબત એ છે કે, આ વર્ષે વર્ગ-1ના 12 અધિકારી, વર્ગ-2ના 53,વર્ગ-3ના 153 તથા વર્ગ 4 અને અન્ય 118 લોકોની એસીબીએ ધરપકડ કરી છે.. હાલ આ આંકડો 11 ઑકટોબર સુધીનો છે. આવનારા દિવસોમાં આ આંકડો વધી શકે તેમ છે.

દિવાળીમાં એ.સી.બી ખાસ નજર રાખી રહી છે કે કોઈ સરકારી કર્મચારીઓ રૂપિયાની લેવડ-દેવડ તો નથી કરી રહ્યુ ને.

એસીબીના આંકડાઓ પ્રમાણે હાલ 36 જેટલા સરકારી બાબુઓ પોલીસ ચોપડે વોન્ટેડ છે. આ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ,પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ ગોહિલ, રેલવેના અધિકારી સોનુ મોર્યનો સમાવેશ થાય છે.
Loading...

એસીબીના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.ચુડાસમાએ જણાવ્યું કે, 36માંથી 10 લોકો સામે 70 મુજબનુ વોરેન્ટ કાઢવામાં આવ્યુ છે. જ્યારે 26 લોકો સામે 70 મુજબનુ વોરેન્ટ કાઢવા કાર્યવાહી કરવામાં આવી છે.



 
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...