Home /News /ahmedabad /

Supreme Court: કોરોનાથી અનાથ થયેલા બાળક પર કોનો અધિકાર? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

Supreme Court: કોરોનાથી અનાથ થયેલા બાળક પર કોનો અધિકાર? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

કોરોનામાં અનાથ થયેલા બાળકની જવાબદારી મામલે સુપ્રીમકોર્ટનો મહત્વનો ચુકાદો

Supreme Court : છોકરા (Orphans) ના પિતા અને માતાનું ગયા વર્ષે 13 મે અને 12 જૂનના રોજ અમદાવાદ (Ahmedabad) માં અવસાન (Corona Death) થયું હતું. બાદમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) છોકરાની કસ્ટડી તેની માસીને આપી હતી.

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) અનાથ (Orphans) છ વર્ષના છોકરાની જવાબદારી દાદા-દાદીને સોંપી છે. ગુરુવારે એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય સમાજમાં દાદા-દાદી હંમેશા તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે કાળજી લે છે. ગયા વર્ષે, કોવિડ -19 (Covid-19) ની ભયંકર બીજી લહેરમાં છ વર્ષનો બાળક અનાથ થયો હતો.

    છોકરાના પિતા અને માતાનું ગયા વર્ષે 13 મે અને 12 જૂનના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું. બાદમાં ગુજરાત હાઈકોર્ટે છોકરાની કસ્ટડી તેની માસીને આપી હતી.

    જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બેન્ચે હાઈકોર્ટના નિર્ણયને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, આપણા સમાજમાં દાદા-દાદી હંમેશા તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે સંભાળ રાખે છે. તેઓ ભાવનાત્મક રીતે તેમના પૌત્રોની નજીક હોય છે અને સગીરને દાહોદ કરતાં અમદાવાદમાં વધુ સારું શિક્ષણ પણ મળશે.

    જો કે, બેન્ચે કહ્યું કે, માસીને છોકરાને મળવાનો અધિકાર મળી શકે છે અને તે તેમની અનુકૂળતા મુજબ બાળકની મુલાકાત લઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, છોકરાને દાદા-દાદીને સોંપવાનો ઇનકાર કરવા માટે આવક એકમાત્ર માપદંડ ન હોઈ શકે.

    આ પણ વાંચોદર્દનાક સજા : દીકરીએ લેસન ન કર્યું, માતાએ ધગ-ધગતા તડકામાં હાથ-પગ બાંધી ધાબે છોડી દીધી

    હાઈકોર્ટે કહ્યું હતું કે, છોકરો તેના દાદા-દાદી સાથે આરામદાયક છે. જો કે, તેમણે બાળકની સુરક્ષા એ આધાર પર આપી હતી કારણ કે, માસીને કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે અને અવિવાહીત છે અને સંયુક્ત કુટુંબમાં રહે છે, જે બાળકના ઉછેર માટે સાનુકૂળ રહેશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Corona death, Supreme Court, Supreme Court of India, સુપ્રીમ કોર્ટ

    આગામી સમાચાર