શશિકલા છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડે, સુપ્રીમ કોર્ટે 10 કરોડનો દંડ ફટકાર્યો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 1:07 PM IST
શશિકલા છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડે, સુપ્રીમ કોર્ટે 10 કરોડનો દંડ ફટકાર્યો
સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતાં શશિકલાના મુખ્યમંત્રી બનવાના સપના પર પાણી ફેરવ્યું છે. આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે શશિકલાને ચાર વર્ષની સજા ફટકારી છે, સાથોસાથ છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવા તથા રૂ.10 કરોડનો દંડ ફટકાર્યો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 1:07 PM IST
નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતાં શશિકલાના મુખ્યમંત્રી બનવાના સપના પર પાણી ફેરવ્યું છે. આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે શશિકલાને ચાર વર્ષની સજા ફટકારી છે, સાથોસાથ છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવા તથા રૂ.10 કરોડનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ શશિકલાને હવે જેલમાં જવું પડશે. શશિકલાને ન માત્ર જેલમાં જવું પડશે પરંતુ એની રાજકીય કારકિર્દી સામે પણ પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે. કોર્ટે શશિકલાને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો છે તો સાથોસાથ 10 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી શશિકલાની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાયો છે. પરંતુ એવું કહેવાઇ રહ્યું છે કે, શશિકલા પોતાના અનુગામી તરીકે એમના સમર્થનના જ કોઇ વ્યક્તિનું નામ આગળ ધરી શકે એમ છે. આ સાથે પન્નીરસેલ્વમ માટે સીએમ બનવું આસાન નહીં હોય.
First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर