શશિકલા માટે આજે નિર્ણાયક દિવસ, આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં સુપ્રીમ આપશે ચુકાદો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 9:03 AM IST
શશિકલા માટે આજે નિર્ણાયક દિવસ, આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં સુપ્રીમ આપશે ચુકાદો
તામિલનાડુમાં મુખ્યમંત્રી બનવા માટે રાહ જોઇ રહેલા અન્નાદ્રુમક મહાસચિવ શશિકલા માટે આજનો દિવસ મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ આજે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચુકાદો સંભાળવશે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 9:03 AM IST
નવી દિલ્હી #તામિલનાડુમાં મુખ્યમંત્રી બનવા માટે રાહ જોઇ રહેલા અન્નાદ્રુમક મહાસચિવ શશિકલા માટે આજનો દિવસ મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ આજે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચુકાદો સંભાળવશે.

છેલ્લા દોઢ દાયકા જુના આ કેસમાં હાઇકોર્ટે શશિકલાને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ અને અમિતાભ રોયની ખંડપીઠ જો હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખે છે તો શશિકલાને મોટી રાહત મળી શકે એમ છે.

ગત રાતે શશિકલાએ ગ્રેટ બીચ રિસોર્ટ ખાતે વીતાવી હતી. જ્યાં અન્નાદ્રુમકના ધારાસભ્યો પણ રોકાયા હતા. શશિકલાનો દાવો છે કે 234 સભ્યોની વિધાનસભામાં 129 ધારાસભ્યોને એમને સમર્થન છે. અન્નાદ્રુમકના 134 ધારાસભ્યો છે. પરંતુ તાજેતરમાં આઠ ધારાસભ્યો વિદ્રોહી જુથના નેતા પન્નીરસેલ્વમ સાથે બેઠા છે. સાથોસાથ દસ સાંસદો પણ પન્નીરસેલ્વમની સાથે છે.

આ સંજોગોમાં જો સુપ્રીમ કોર્ટ દ્વારા શશિકલાને દોષી ઠેરવવામાં આવે તો એમની રાજકીય કારકિર્દી દાવ પર લાગી શકે એમ છે. તે છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે. આ દરમિયાન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તામિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવને સલાહ આપી છે કે તે વિધાનસભામાં બહુમતનું શક્તિ પરિક્ષણ કરાવે.
First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर