સુપ્રીમ કોર્ટે પુછ્યું- શું પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવું જરૂરી હતું

Haresh Suthar | News18 Gujarati
Updated: April 21, 2017, 5:02 PM IST
સુપ્રીમ કોર્ટે પુછ્યું- શું પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવું જરૂરી હતું
સુપ્રીમ કોર્ટે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની અનિવાર્યતા પર સવાલ ઉભા કરતાં કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, શું આ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટ ચલાવી શકાય એમ ન હતું? હવે આ મામલે વધુ સુનાવણી આગામી 25 એપ્રિલના રોજ થશે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 21, 2017, 5:02 PM IST
નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની અનિવાર્યતા પર સવાલ ઉભા કરતાં કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, શું આ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટ ચલાવી શકાય એમ ન હતું? હવે આ મામલે વધુ સુનાવણી આગામી 25 એપ્રિલના રોજ થશે.

એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટેના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ન્યાયમૂર્તિ એ કે સીકરીની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, એ જણાયું છે કે લોકો એવા પાન કાર્ડની વિગતો અંગે જાણકારી આપી રહ્યા હતા કે જે ખોટા દસ્તાવેજોને આધારે બનાવાયા હતા. આ ઉપરાંત એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે, જેમાં એક વ્યક્તિ પાસે એક કરતાં વધુ પાન કાર્ડ છે. આ બોગસ કાર્ડનો ઉપયોગ બોગસ કંપનીઓમાં મની ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.

એટોર્ની જનરલના જવાબ પર કોર્ટે પુછ્યું કે, તો શું આનો અર્થ છે કે તમારે પાન કાર્ડ બનાવવા માટે આધાર હોવું જરૂરી છે? શું એને ફરજીયાત માનવામાં આવે? આના જવાબમાં રોહતગીએ કહ્યું કે, અગાઉ જોવામાં આવ્યું છે કે, બોગસ ઓળખપત્રોને આધારે મોબાઇલ ફોન માટે સીમ કાર્ડ ખરીદાતા હતા ત્યારે મુખ્ય કોર્ટે સરકારને આ મામલે લગામ લાદવા કહ્યું હતું.

પીઠે કહ્યું કે, તે પાન કાર્ડ માટે આધારને ફરજીયાત બનાવવા માટે સરકારના આ નિર્ણયને પડકારતી અરજી મામલે વધુ સુનાવણી આગામી 25 એપ્રિલના રોજ કરશે. વર્ષ 2017-18ના બજેટમાં નાણા વિધેયકમાં કર જોગવાઇમાં સંશોધન મારફતે સરકારે આવક વેરા રિટર્ન દાખલ કરવા માટે આધારને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે અને આ પાન કાર્ડનો ઉપયોગ કરી થતી કર ચોરી રોકવા માટે પાન કાર્ડને આધાર સાથે લીંક કરવાની પણ જોગવાઇ છે.
First published: April 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर