કોલસા કૌભાંડ ઉજાગર કરતાં ચર્ચામાં આવેલા વિનોદ રાયને સોંપાઇ બીસીસીઆઇની કમાન

Haresh Suthar | News18 Gujarati
Updated: January 30, 2017, 5:10 PM IST
કોલસા કૌભાંડ ઉજાગર કરતાં ચર્ચામાં આવેલા વિનોદ રાયને સોંપાઇ બીસીસીઆઇની કમાન
બહુચર્ચિત કોલસા કૌભાંડ ઉજાગર કર્યા બાદ ચર્ચામાં આવેલા વિનોદ રાયને નવી જવાબદારી સોંપાઇ છે. વિનોદ રાયને બીસીસીઆઇની કમાન સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિનોદ રાયની મદદ માટે રામચંદ્ર ગુહા અને વિક્રમ લિમયેને એમના સહયોગી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથોસાથ પૂર્વ ક્રિકેટર ડાયનાને પણ બીસીસીઆઇની જવાબદારી સોંપાઇ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 30, 2017, 5:10 PM IST
નવી દિલ્હી #બહુચર્ચિત કોલસા કૌભાંડ ઉજાગર કર્યા બાદ ચર્ચામાં આવેલા વિનોદ રાયને નવી જવાબદારી સોંપાઇ છે. વિનોદ રાયને બીસીસીઆઇની કમાન સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિનોદ રાયની મદદ માટે રામચંદ્ર ગુહા અને વિક્રમ લિમયેને એમના સહયોગી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથોસાથ પૂર્વ ક્રિકેટર ડાયનાને પણ બીસીસીઆઇની જવાબદારી સોંપાઇ છે.

યૂપીએ સરકારમાં થયેલા કોલસા કૌભાંડ અને 2જી સ્કેમને ઉજાગર કરતાં વિનોદ રાય ચર્ચામાં આવ્યા હતા. કોલસા કૌભાંડમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહનું પણ નામ આવ્યું હતું. જોકે એમને આ કૌભાંડ કેસમાં આરોપી તરીકે લેવાયા નથી.

2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના ચેરમેન અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિર્કેને હટાવ્યા હતા. એ બાદ વહીવટદાર તરીકે નામ ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટે બે એમિક્સ ક્યુરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇમાં સુધાર કરવા અને ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે લોઢા કમિટીની ભલામણો સ્વીકાર કરવા કહ્યું હતું પરંતુ બીસીસીઆઇએ આ ભલામણોનો સ્વીકાર કર્યો ન હતો.
First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर