અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની (Gujarat Summer) શરૂઆતથી કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે માર્ચ અને એપ્રિલ કરતા પણ મે મહિનાની ગરમી આકરી રહી. આજે સિઝનનો સૌથી ગરમ દિવસ (hottest day of the season) નોંધાયો છે. રાજ્યમાં પશ્ચિમ ઊત્તર પશ્ચિમના પવનો (wind) ફૂંકાતા જ ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે.
હવામાન વિભાગનું (IMD) અનુમાન હતું કે 24 કલાક બાદ પવનની દિશા બદલાઇ જશે. દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાશે. જેના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાન ઘટશે. પરંતુ પવનની દિશા બદલાય અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવવાના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો છે. આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાયા.
અમદાવાદ શહેરમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. અમદાવાદમાં 2016માં 20 મેના દિવસે 48 ડીગ્રી તકપમાં નોંધાયું હતું .ઓલટાઈમ રેકોર્ડ નોંધાયો છે.ત્યાર બાદ છે છેલ્લા પાંચ વર્ષમાં 44 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું ન હતું. પરંતુ આજે અમદાવાદ શહેરમાં 45.8 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું છે.
અને છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો છે.રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું. સુરેન્દ્રનગરના મહત્તમ તાપમાનએ પણ રેકોર્ડ તોડી દીધો છે 8 શહેરોનું તાપમાન 44 ડિગ્રી પર નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. સૂકા અને ગરમ પવનો ફુંકાવાના કારણે મહત્તમ તાપમાન પણ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે અમદાવાદ, ગાંધીનગર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં હિટવેવ રહેશ. એટલે કે આગામી હજુ પણ બે દિવસ ગરમીમાંથી રાહત મળવાના કોઇ એંધાણ દેખાતા નથી.