સુમનદીપ કેસઃમનસુખ શાહ બેંક ખાતાનો ઉપયોગ શરતોને આધીન કરી શકશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુમનદીપ કેસઃમનસુખ શાહ બેંક ખાતાનો ઉપયોગ શરતોને આધીન કરી શકશે
વડોદરાઃવડોદરાના કૌભાંડિયા મનસુખ શાહની કંપની અને તેની સુમનદીપ હોસ્પિટલની અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે મનસુખ શાહની કંપની અને સુમનદીપ હોસ્પિટલ તેના ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાનો ફરીથી શરતોને આધીન ઉપયોગ ચાલુ કરી શકશે.હાઈકોર્ટે મનસુખ શાહને આદેશ કર્યો છે કે તે એક સપ્તાહમાં શરતો અંગેની બાહેંઘરી રજૂ કરે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃવડોદરાના કૌભાંડિયા મનસુખ શાહની કંપની અને તેની સુમનદીપ હોસ્પિટલની અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે મનસુખ શાહની કંપની અને સુમનદીપ હોસ્પિટલ તેના ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાનો ફરીથી શરતોને આધીન ઉપયોગ ચાલુ કરી શકશે.હાઈકોર્ટે મનસુખ શાહને આદેશ કર્યો છે કે તે એક સપ્તાહમાં શરતો અંગેની બાહેંઘરી રજૂ કરે.
સુનાવણી દરમિયાન મનસુખ શાહની કંપની અને સુમનદીપ હોસ્પિટલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે તપાસ અધિકારી દ્વારા તેમના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવેલા છે.તપાસ અધિકારીનો આ નિર્ણય અયોગ્ય છે.બેંક ખાતા ફ્રીઝ કરવાથી તેમના બેંક દ્વારા થતાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર અટકી પડ્યા છે.
બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે, તપાસ અધિકારી દ્વારા કાયદા મુજબ તપાસ કરવામાં આવી રહી છે.બેંક ખાતા ફ્રીઝ કરવાનો નિર્ણય યોગ્ય રીતે જ લેવાયો છે.
વડોદરાના કૌભાંડિય મનસુખ શાહની કંપનીને મળી રાહત
મનસુખ શાહની સુમનદીપ હોસ્પિટલને મળી રાહત
હાઈકોર્ટે બંનેની અરજી માન્ય રાખી
હાઈકોર્ટનો આદેશ
મનસુખ શાહની કંપની તેના બેંક ખાતાનો ઉપયોગ શરતોને આધીન કરી શકશે
સુમનદીપ હોસ્પિટલ તેના બેંક ખાતાનો ઉપયોગ શરતોને આધીન કરી શકશે
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर