Home /News /ahmedabad /Ahmedabad: સ્પામાં કામ કરતી પ્રેમિકાના ઘરેથી પ્રેમીની લાશ મળવાનો મામલો, હવે થશે આ ગુનાની કાર્યવાહી
Ahmedabad: સ્પામાં કામ કરતી પ્રેમિકાના ઘરેથી પ્રેમીની લાશ મળવાનો મામલો, હવે થશે આ ગુનાની કાર્યવાહી
આત્મહત્યા અને હત્યા વચ્ચેના વિવાદમા વેજલપુર પોલીસને હત્યાનો ગુનો નોંધવો પડ્યો છે.
મૃતકના પિતાએ ત્રિપુરામાં હત્યાના આક્ષેપ કરીને ફરિયાદ કરતા આ કેસની ફરિયાદ વેજલપુર પોલીસને ટ્રાન્સફર કરાઈ છે. જેથી પોલીસે ફરી એકવખત ગુનાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: વેજલપુર (Vejalpur)માં ત્રિપુરાના યુવકની એક ફ્લેટમાં ગળેફાંસો (Suicide) ખાધેલી હાલતમાં મળી આવેલ લાશ (dead Body)મામલે હત્યા (Murder)નો ગુનો નોંધ્યો છે. જેમાં પ્રેમમાં પાગલ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જોકે મૃતકના પિતાએ ત્રિપુરામાં હત્યાના આક્ષેપ કરીને ફરિયાદ કરતા આ કેસની ફરિયાદ વેજલપુર પોલીસને ટ્રાન્સફર કરાઈ છે. જેથી પોલીસે ફરી એકવખત ગુનાની તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ પાસે જે પુરાવા છે તેમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
વેજલપુરમાં આવેલ શ્રી નંદનગર 4 માં બે માસ પહેલા ત્રિપુરાના યુવક બી ખાશુહરાવનો પૂર્વ પ્રેમીકાના ઘરે એક રૂમમાં ગળેફાસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે મૃતકના પિતાએ ત્રિપુરામાં બે યુવતીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ આપી હતી. આ ઘટના વેજલપુર વિસ્તારમાં બની હોવાથી ફરિયાદ ટ્રાન્સફર થઈ વેજલપુર પોલીસ સ્ટેશન મોકલવામા આવી હતી.
હાલમાં પોલીસે અકસ્માતે મોતની ઘટનામા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં મૃતકના પિતાએ ઉલ્લેખ કર્યો છે કે મૃતક બી ખાશુહરાવ અને લાલ હરિતપુઇ ઉર્ફે નેન્સી શ્રી લાવમા ઉર્ફે હમસારી બન્ને એક ગામના છે. બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. અને થોડા સમય પહેલા બન્ને વચ્ચે સંબંધ તૂટી ગયો હતો પરતું યુવક પ્રેમમાં પાગલ હતો. જેને લઈ પૂર્વ પ્રેમિકા અને તેની મિત્રએ હત્યા કરી હોવાની આશંકા વ્યકત કરી છે.
મૃતક યુવક બી ખાશુહરાવ અને પ્રેમિકા લાલ હરિતપુઇ ઉર્ફે નેન્સી શ્રી લાવમા તેની મિત્ર રેમસંગપુઈ ઉર્ફે કીમકીમ લાવમા આ ત્રણે લોકો ત્રિપુરાના વતની છે. બન્ને યુવતી વેજલપુર શ્રીનંદ નગરમાં ભાડે રહેતી અને સ્પામાં કામ કરતી હતી. જોકે મૃતક અને પ્રેમિકા લાલ હરિતપુઈ ઉર્ફે નેન્સી શ્રી લાવમાં સાથે પ્રેમસંબંધ હતો જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેને લઈ મૃતક યુવક બી ખાશુહરાવ 22 મેના રોજ પ્રેમિકાના ઘરે મળવા ગયો હતો. પણ યુવતી તેની સાથે વાતચીત કરતી ન હતી અને યુવકે રાત્રે રોકાઈ જવાનું કહ્યું અને ઘરે ના ગયો જે બાદ મૃતક યુવકે એક રૂમમાં પંખે લટકેલી હાલતમાં લાશ મળી હતી. જેમાં વેજલપુર પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં યુવકે પ્રેમમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મહત્વનુ છે કે આત્મહત્યા અને હત્યા વચ્ચેના વિવાદમા વેજલપુર પોલીસને હત્યાનો ગુનો નોંધવો પડ્યો છે. અને વતન ગયેલી યુવતીઓની ફરી પુછપરછ શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ છે.