Wife Filed Complaint: સાસરીયાના ત્રાસથી અનેક પરિણીતાએ આપઘાત કરીને જીવન ટુંકાવી દીધુ હોવાના કિસ્સા સમાજમાં બની રહ્યા છે. ત્યારે હવે સાસરીયાઓને સબક શીખવાડવા માટે પરિણીતા રણચંડી બની છે. પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરીયા વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ માર મારવાની તેમજ દહેજની ફરિયાદ કરી છે.
અમદાવાદ: સાસરીયાના ત્રાસથી અનેક પરિણીતાએ આપઘાત કરીને જીવન ટુંકાવી દીધુ હોવાના કિસ્સા સમાજમાં બની રહ્યા છે. ત્યારે હવે સાસરીયાઓને સબક શીખવાડવા માટે પરિણીતા રણચંડી બની છે અને કાયદાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યુ છે. જેથી કરીને બીજી કોઇ પરિણીતા ડોમેસ્ટીક વાયોલન્સની ભોગ ના બને. શહેરના આનંદનગર, વસ્ત્રાલ અને મેઘાણીનગરમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરીયા વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ માર મારવાની તેમજ દહેજની ફરિયાદ કરી છે. આનંદનગર વિસ્તારમાં આવેલા કંચનભુમી એપાર્ટમેન્ટમાં રહેતી ફરિયાદીના લગ્ન વર્ષ 2012માં જયંતી વાઘેલા સાથે થયા હતા.
ફરિયાદીએ આરોપી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા
ફરિયાદીએએ ગઇકાલે પતિ તેમજ સાસુના ત્રાસથી કીડા મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિષ કરી હતી. ફરિયાદીના લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસુનો ત્રાસ ચાલુ થયો હતો. ફરિયાદીએએ પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે તેણે સાસરીયાનો ત્રાસ પિયરમાં કહેવાનું ટાળતી હતી. પતિ અને સાસુનો ત્રાસ ધીમે ધીમે વધવા લાગ્યો હતો અને હદ ત્યા સુધી આવી ગઇ કે પતિએ એક્ટીવામાં પેટ્રોલ પુરાવવાના રૂપિયા પણ આપતો નહી. બાળકોને ટ્યુશન ક્લીસામાં તેમજ સ્કુલે મુકવા જવા માટે ગઇકાલે ફરિયાદીએ પેટ્રોલના રૂપિયા માંગ્યા હતા જેમાં સાસૂએ તેની સાથે ઝઘડો કરીને કહ્યુ હતું કે, આખો દિવસ એક્ટીવા લઇને રખડે છે તને રૂપિયા નહી મળી. પતિ તેમજ સાસુએ ઝઘડો કરતા ફરિયાદીએ કીડા મારવાની દવા પી લીધી હતી.
આનંદનગર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલમાં આવેલા અક્ષરધામ હાઇટ્સમાં રહેતી ફરિયાદીએ પતિ રાજીવસિંહ અને દિયર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદીના લગ્ન વર્ષ 2008માં થયા હતા અને તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા સમય બાદ ફરિયાદીને સાસરીયાનો ત્રાસ શરૂ થયો હતો જેથી તે રાજીવસિંહને લઇને અલગ રહેવા માટે જતી રહી હતી. ફરિયાદીની દીકરી બીમાર હોવાના કારણે તેને થોડા સમય પહેલા દાખલ કરવામાં આવી હતી જ્યા તેની કીડની ખરાબ થઇ હતી. દીકરીની સારવાર માટે ફરિયાદીએ રાજીવસિંહ પાસે રૂપિયા માંગતી હતી જોકે તે આપવાનો ઇન્કાર કરી દેતો હતો અને ફરિયાદીને મારમારતો હતો. રાજીવસિંહ ફરિયાદી અને તેના બે બાળકોને છોડીને જતો રહ્યો હતો ત્યારબાદ ફરિયાદી એકલી રહેતી હતી.
ફરિયાદીનો દિયર તેના પુત્રને લેવા માટે આવ્યો હતો જેમાં મામલો બીચક્યો હતો. ગતમહિને રાજીવસિંહ પુત્રને મળવા માટે સ્કુલમાં ગયો હતો જ્યા તેની સાથે બબાલ થતા પોલીસને બોલાવી પડી હતી. પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ સિવાય મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ફરિયાદીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદીના લગ્ન વર્ષ 2014માં અનીલ પટણી સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી ફરિયાદીને સારી રીતે રાખ્યા બાદ તેના પર સાસરીયાએ ત્રાસ ગુજરાવાનો શરુ કરી દીધો હતો. ફરિયાદી હાલ તેના પિયરમાં રીસાઇને બેઠી છે જ્યારે સાસરીયા તેની પાસેથી એક લાખ રૂપિયા દહેજ પેટે માંગી રહ્યા છે. સાસરીયાના ત્રાસથી મનીષાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.