Home /News /ahmedabad /PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા કરનારા બાળકોના અભ્યાસની વ્યવસ્થા, રોજ ભણાવાય છે
PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા કરનારા બાળકોના અભ્યાસની વ્યવસ્થા, રોજ ભણાવાય છે
પ્રમુખ સ્વામી શતાબ્દી નગરમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી.
PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપનારા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે રોજ સંસ્થા દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે. અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ 600 એકરમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં 17 એકરમાં બાળનગરી આકર્ષણનું કેન્દ્ર બની છે. તેનું સંચાલન બાળકો જ કરી રહ્યાં છે અને આ મહોત્સવ 35 દિવસ ચાલવાનો છે. ત્યારે આ એક મહિનો બાળકોના અભ્યાસનું શું? આ પ્રશ્ન સ્વાભાવિક પણે થાય. તેનો ઉકેલ પણ બીએપીએસ સંસ્થાએ શોધી કાઢ્યો છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે રોજ સંસ્થા દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે.
બાળનગરી બાળકોની મહેનતનું પરિણામ
અમદાવાદના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં પથરાયેલી આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પ્રદર્શન જોવા માટે એક કલાક વેઇટિંગમાં ઉભા રહીને પણ લોકોમાં પ્રદર્શન જોવાની ઉત્સુકતા છે. અહીં વેઈટિંગ માટે બે પ્રકારની વ્યવસ્થા છે. બાળકો કંટાળી ન જાય તે માટે માટે ડાન્સની વ્યવસ્થા કરી છે. બાળનગરી પરિવાર અને અભ્યાસ છોડીને આવેલા બાળકોની મહેનતનું જ પરિણામ છે.
આ બાળનગરીમાં ત્રણ જેટલા અલગ અલગ પ્રદર્શનો છે. જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રેરણા આપતા પ્રદર્શનો છે. નવાઈની વાત એ છે કે, આ સમગ્ર બાળનગરીનું સંચાલન બાળકો જ કરી રહ્યાં છે અને આગામી 35 દિવસ માટે તેઓ આ સેવા આપવાના છે. ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચમાં રહેતો અને ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિધાર્થીએ જણાવ્યુ હતુ કે, ‘અહીં સેવા માટે 35 દિવસ આવ્યો છું. મહિનામાં અભ્યાસ ન બગડે તે માટે અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ અમારા અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષકો અમને ભણાવે છે.’ મુંબઇથી આવેલી ધોરણ 9ની વિધાર્થિનીએ પણ જણાવ્યુ હતુ કે, ‘મને શિક્ષકો અને અન્ય સ્વયંસેવકો ભણાવી રહ્યા છે. દિવસમાં બે વખત સવારે અને સાંજે બાળકોને અભ્યાસ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.’