Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ:સાધના વિનય સ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોની થીમ પર બનાવી 400 ફૂટ લાંબી રાખડી

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ:સાધના વિનય સ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોની થીમ પર બનાવી 400 ફૂટ લાંબી રાખડી

15

15 દિવસમાં, 35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો દ્વારા રાખડી તૈયાર કરાઈ

અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 75 શૂરવીરોની થીમને રજૂ કરતી 400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી હતી.15 દિવસમાં, 35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો દ્વારા રાખડી તૈયાર કરાઈ.રાખડી સ્કૂલ દ્વારા PM અને CM ને અર્પણ કરાશે

વધુ જુઓ ...
    Parth patel, Ahmedabad: સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે રક્ષાબંધન પર્વ નિમિતે અમદાવાદની સાધના વિનય સ્કૂલ (Sadhana Vinay School) દ્વારા સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની થીમ પર 400 ફૂટ લાંબી રાખડી બનાવી હતી.

    75 શૂરવીરોની થીમને રજૂ કરતી 400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી

    ભારત (India) દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી અને રક્ષાબંધન (Rakshabandhan) પર્વની ગુજરાતની અલગ અલગ સ્કૂલો, કોલેજો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય સ્કૂલ દ્વારા આ મહોત્સવના (Mahotsav) ભાગરૂપે તથા વિશેષમાં આ તહેવારની (Festival) ઉજવણી કરવા માટે સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની થીમને રજૂ કરતી 400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી હતી.

    15 દિવસમાં, 35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો દ્વારા રાખડી તૈયાર કરાઈ

    આ રાખડીને સ્કૂલના 35 વિદ્યાર્થીઓ (Student) અને 3 શિક્ષકો (Teacher) દ્વારા સાથે મળીને બનાવવામાં આવી છે. છેલ્લા 17 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે. સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની (Heroes) થીમ પર 400 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવા 15 દિવસનો સમય અને 15,000 રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં આશરે 90 થર્મોકોલની સીટ, 50 ચાર્ટ પેપર, 80 કલર પેપર, 400 ફૂટ લેસ, 5 કિલો ફેવિકોલ વાપરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : શ્રેષ્ઠા ભટ્ટની પેઈન્ટિંગ આર્ટ ગેલરી ખાતે પ્રદર્શનમાં મુકાઈ; આટલી છે પેઈન્ટિંગની કિંમત

    આ રાખડી સ્કૂલ દ્વારા PM અને CM ને અર્પણ કરાશે

    આ ઉપરાંત ટાંકણી, સેલોટેપ સહિતની વસ્તુનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ રાખડી સાધના વિનય સ્કૂલ દ્વારા પ્રધાનમંત્રી (PM) અને મુખ્યમંત્રીને (CM) અર્પણ કરવામાં આવશે. 2006 થી સ્કૂલના બાળકો દર વર્ષે વિવિધ થીમ પર રાખડી બનાવે છે. ગત વર્ષે કોરોના વોરિયર્સની (Corona Warriors) થીમ પર 300 ફૂટની રાખડી બનાવવામાં આવી હતી.

    અત્યાર સુધીમાં ત્રાસવાદ સામે ગુજરાતને રક્ષણ, બેટી બચાવો, ગ્લોબલ વોર્મિંગ (Global Warming), સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, શહિદો અમર રહો, ગુજરાતની અસ્મિતા, ધ માર્ટીયલ ઓફ પુલવામા એટેક, પરમવીર ચક્ર (Paramvir Chakra), કોરોના વોરિયર્સ જેવા વિષયો પર રાખડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની અસ્મિતા (Gujarat ni Asmita) થીમ પર સૌથી મોટી 1400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી હતી.
    First published:

    Tags: Rakhi, School students, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन