Home /News /ahmedabad /

Ahmedabad: Krishna Janmashtami: જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં જન્માષ્ટમીને લઈ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

Ahmedabad: Krishna Janmashtami: જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં જન્માષ્ટમીને લઈ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

900

900 સ્ટુડન્ટે આ કાર્યક્રમમાં ભાગ લીધો

જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના (Gyanda Girls High School) વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

    Parth patel, Ahmedabad: સમગ્ર દેશમાં જ્યારે જન્માષ્ટમીનો (Janmashtami) પવિત્ર તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.ત્યારે અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના (Gyanda Girls High School) વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જન્માષ્ટમીના પર્વની (Parv) ઉજવણી ગુજરાતની અલગ અલગ સ્કૂલો, મંદિરો તથા સોસાયટીઓ દ્વારા જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ (Students) દ્વારા આ પર્વના ભાગરૂપે ડાન્સ, નાટક તથા મટકીફોડના (Matkifod) ભવ્ય આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગનો અન્નકૂટ (Annakoot) પણ ધરાવવામાં આવ્યો હતો.

    ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગને અનુલક્ષીને ઉજવાતો જન્માષ્ટમી પર્વ

    ભારતમાં (India) દરેક તહેવારનું એક અનોખું મહત્વ હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના (Seventh-Eighth) તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. આ જન્માષ્ટમી પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ પર્વને ગોકુલઅષ્ટમી (Gokul Ashtami) પણ કહેવાય છે. આ દિવસે ભક્તો મટકીફોડ, રાસ-ગરબા, નાટક, ભજન તથા ઉત્સવ દ્વારા આ પર્વની ઉજવણી કરે છે.

    આ પણ વાંચો : વિશ્વ ઉમિયાધામમાં મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહનું આ તારીખે યોજાશે કાર્યક્રમ; માઈન્ડ પાવર અંગે માર્ગદર્શન આપશે

    900 સ્ટુડન્ટે આ કાર્યક્રમમાં ભાગ લીધો

    સમગ્ર દેશમાં જ્યારે આ ઉત્સવ (Utsav) ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશની જનતામાં એક અલગ જ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ મટકીફોડ કાર્યક્રમમાં કુલ 900 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકોએ (Teachers) સાથે મળીને આયોજન કર્યું હતું. જેમાં જ્ઞાન્દા ગર્લ્સ હાઈસ્કૂલના નર્સરીથી લઈને ધોરણ 8 સુધીના 900 સ્ટુડન્ટે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દરેક ધોરણ મુજબ અલગ અલગ ડાન્સ (Dance) પણ રજૂ કરવામાં આવ્યા હતા.

    બાળકોને શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ આપવું જરૂરી : અર્ચનાબેન ત્રિવેદી

    જ્ઞાન્દા ગર્લ્સ હાઈ સ્કૂલના સુપરવાઈઝર (Supervisor) અર્ચનાબેન ત્રિવેદી સાથે વાત કરતા જાણાવ્યું કે આ મટકીફોડ કાર્યક્રમ બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો છે. આ મટકીફોડનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ (Religious Education) પણ આપવું જરૂરી છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર સાથે તેનું એક અલગ મહત્વ રહેલું છે. ખરેખર તમે પણ ભગવાન શ્રીકૃષ્ણના (Lord Shree Krishna) મહત્વ વિશે ઊંડાણપૂર્વક જાણશો અને સમજશો તો તમને પણ મજા આવશે.

    આ પણ વાંચો: શ્રીનાથજીના સ્વરૂપને રજૂ કરતી સૌથી મોંઘી પિચવાઈ પ્રદર્શનમાં મુકાઈ; 6 લાખ સુધીની હોય છે કિંમત

    વધુમાં જણાવતા કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને 8 પટરાણીઓ (Patrani) અને 16,108 રાણીઓ (Queens) હતી. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભગવાન શ્રીકૃષ્ણ એ સ્ત્રીઓના રક્ષણ માટે આશ્રય આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર (Avatar) કોઈ સામાન્ય નહોતો. તેમણે દરેક સંઘર્ષનો સામનો કરવા ઘણી લીલાઓ કરી છે. તેઓ હંમેશા સત્યની (Truth) સાથે રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Janmastami 2022, Krishna Janmotsav, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन