Home /News /ahmedabad /ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં કામ કરવાની તક મળી, જાણો શુ છે જાણવા જેવી વાત
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં કામ કરવાની તક મળી, જાણો શુ છે જાણવા જેવી વાત
નીતિ આયોગમાં કામ કરવાની તક
Gujarat University: ગુજરાત માટે અને તેમાંય ગુજરાત યુનિવર્સિટીએ ગર્વ લેવા જેવી બાબત એ છે કે, હજુ સુધી રાજયની એક પણ યુનિવર્સિટીને આ પ્રકારની તક મળી નથી. એટલે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી એવી યુનિવર્સિટી બની જેના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં અલગ અલગ વિષય પર માસ્ટર થીસીસ કરશે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેના અધ્યક્ષ છે તેવા નીતિ આયોગમાં ગુજરાત યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓને કામ કરવાની તક મળી છે. ગુજરાત માટે અને તેમાંય ગુજરાત યુનિવર્સિટીએ ગર્વ લેવા જેવી બાબત એ છે કે, હજુ સુધી રાજયની એક પણ યુનિવર્સિટીને આ પ્રકારની તક મળી નથી. એટલે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી એવી યુનિવર્સિટી બની જેના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં અલગ અલગ વિષય પર માસ્ટર થીસીસ કરશે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબીલીટી વિભાગનાં ચાર વિદ્યાર્થીઓને નીતિ આયોગના કામ કરવાની તક મળી છે.
નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવાની તક પ્રાપ્ત થઈ
આ વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં પહોંચ્યા છે. જ્યાં વિધાર્થીઓને અલગ અલગ વિષય પર કામ કરવા મળશે. સૌથી અગત્યની બાબત એ છે કે, ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી એવી યુનિવર્સિટી બની જેના વિદ્યાર્થીઓને નીતિ આયોગમાં માસ્ટર થીસીસ કરવાની તક પ્રાપ્ત થઈ છે. આ અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલીટી વિભાગ ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે જણાવે છે કે, દેશમાં પહેલીવાર સપ્ટેમ્બર 2021 માં ગુજરાત યુનિવર્સિટી ખાતે એમબીએ ઇન એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ વેલ્યુ ચેન મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરાયો હતો. જેની પહેલી બેચના ચાર વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં તેમનું માસ્ટર થીસીસ કરવા માટે પહોંચી ચૂક્યા છે.
એક વિદ્યાર્થી પ્રાકૃતિક ખેતી પર તેનું માસ્ટર થીસીસ કરશે
ઉલ્લેખનીય છે કે, ચારેય વિદ્યાર્થીઓ અલગ અલગ વિષય પર તેમનું માસ્ટર થીસીસ કરશે. જેમાંનો એક વિદ્યાર્થી સમુદ્રમાં ખેતી એટલે કે સિવિડ ફારમીગ પર માસ્ટર થિસીસ કરશે. ગુજરાતના 1,600 કિલોમીટર દરિયા કાંઠો છે જ્યાં સી વિડ ફારમીગની વિપુલ તક છે. આ ઉપરાંત બીજો વિધાર્થી પ્રાકૃતિક ખેતી પર તેનું માસ્ટર થીસીસ કરશે. એટલે કે હાલ કેમિકલ આધારિત ખેતીના કારણે જમીનને તો નુકસાન જઈ જ રહ્યું છે તેના કરતાં વધુ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ રહી છે. એ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતી પર વધુ ભાર આપી રહ્યા છે. ત્રીજો વિદ્યાર્થી એફપીઓ ઉપર કામ કરશે, જે ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આ ઉપરાંત IIS નો ચોથો વિદ્યાર્થી એગ્રીકલ્ચર ક્ષેત્રે થઈ રહેલી પ્રેક્ટિસ પર તેનું માસ્ટર થીસીસ કરશે. ચારે વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં છ મહિના સુધી એગ્રીકલ્ચર વર્ટિકલમાં કામ કરશે. સુધાંશુ જહાંગીરે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2021 માં નીતિ આયોગના વાઈસ ચેરમેન સાથે કરેલા કરાર મુજબ IIS ના અન્ય વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં નીતિ આયોગ સાથે અલગ અલગ થીસીસ અને પ્રોજેક્ટમાં કામ કરવાની તક પણ મળશે.