અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષામાં (Entrence Exam) ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) પત્રકાર પરિષદ યોજીને અનેક આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) જણાવ્યુ કે, આ કૌભાંડ (scam in Exam) હાઇકોર્ટ તથા અન્ય પરીક્ષામાં ગેરરીતિથી સરકારી નોકરીમાં લાગેલા અંગેનું છે. આની સાથે સાથે અનેક પ્રશ્નપત્રો પણ ફોડ્યા છે. ઉમેદવારો પાસેથી ગૌણ સેવાનો મુખ્ય માણસ હાર્દિક પટેલ (Hardik Patel) રુપિયા પણ ઉધરાવે છે.
એક શાળામાં 72 વિદ્યાર્થીઓ
આ ઉપરાંત વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે, બગોદરા રોજ પર આવેલી જૈન શાળામાં પણ એક સાથે 72 ઉમેદવારોને બેસાડવામાં આવ્યા હતા. આમાંથી એક ઉમેદવારે પરીક્ષા શરૂ થતા પહેલા જ મોબાઇલથી અન્ય ત્રણ ઉમેદવારોને પ્રશ્નનપત્ર જવાબ સહિત વ્હોટ્સઅપ કરવામાં પણ આવ્યું હતું. જનો આધાર પુરાવો છે.
હાર્દિક પટેલ
'તમામ પેપરનું સેટિંગ અમે કરી આપીએ છીએ'
184 નંબરની જાહેરાતનું ઓડિટરનું પેપર હતું તેમાં પણ ગેરરીતિ સામે આવી છે. આની સાથે સંકળાયેલા, જયંતી ગોહેલ, ચંદુ અને મનસુખ ગોહેલ આ રેકેટ ચલાવી રહ્યા છે. વર્ષ 2016 પછીના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર આ લોકો લાવ્યા છે તેમ પણ તેમણે કબૂલ્યું છે. વિદ્યાર્થીઓને આ લોકો કહે છે કે, તમામ પેપરનું સેટિંગ અમે કરી આપીએ છીએ અને તે માટે આ લોકો 5થી પંદર લાખ રુપિયા પણ ઉઘરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, 192 નંબરના પેપરની ગેરરીતિમાં પણ આ પ્રમાણેની જ મોડસ ઓપરેન્ડી લાગુ કરવામાં આવી છે. આમાં પહેલા જેવી જ મોડસ ઓપરેન્ડી દેખાય છે કે, ઓએમઆરમાં તમામના જવાબ એકસરખા જ હોય છે. આ લોકોની ઓએમઆર સીટમાં તમામ પ્રશ્નોના જવાબ સરખાં છે. એટલે જેનો જે નંબરનો પ્રશ્નનો જવાબ ખોટો છે તે જ અન્યમાં પણ ખોટો જ હોય છે. આ બધામાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે. જેમાં ઉમેદવારે ઓએમઆર સીટ બ્લેન્ક રાખવાની હોય છે, જે બાદ ગૌણ સેવાનો માણસ હાર્દિક પટેલ તમામ જવાબ એક જ પેનથી ફીલ કરતો હતો. એક જ પેનથી 12 ઉમેદવારોના જવાબ ભરવામાં આવતા હતા.
આ ઉપરાંત યુવરાજસિંહે જણાવ્યું કે, હાર્દિક પટેલ, ગૌણ સેવાની ઓએમઆર સ્કેનિંગની કામગીરી થઇ રહી છે ત્યાં ફરજ બજાવે છે. હાર્દિકને રોકડ રકમ લેતા વીડિયો પણ છે. આ ઉપરાંત અન્ય લોકો પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી ગેરરીતિ કરે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર