Home /News /ahmedabad /Video: નીતિન પટેલને આ રીતે ગાયે અડફેટે લીધા, ગાય અચાનક માથે કૂદી; પોતે નીચે પડવા છતાં ઝંડો ન પડવા દીધો

Video: નીતિન પટેલને આ રીતે ગાયે અડફેટે લીધા, ગાય અચાનક માથે કૂદી; પોતે નીચે પડવા છતાં ઝંડો ન પડવા દીધો

ગાયે નીતિન પટેલને અડફેટે લીધા

Nitin Patel: કડીમાં ત્રિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન બનાવ બન્યો હતો. કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે નીતિન પટેલને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા તેમને ઢીંચણના ભાગે ઈજા થઈ હતી. તેમને સારવાર માટે કડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોર (Stray cattle)નો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં રખડતા ઢોરે લોકોને અડફેટે લીધાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)ને રખડતા ઢોરે અડફેટે લીધાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાય અચાનક ભડકીને તેમના માથે કૂદી હતી. આ દરમિયાન નીતિન પટેલ સહિત બેથી ત્રણ લોકો નીચે પડી ગયા હતા. જોકે, અહીં એક વાત નોંધવી રહી કે જમીન પર પટકાવા છતાં નીતિન પટેલે ઝંડો નીચે પડવા દીધો ન હતો.

કડીમાં બન્યો બનાવ


મળતી માહિતી પ્રમાણે કડીમાં ત્રિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન બનાવ બન્યો હતો. કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા થયાની માહિતી મળી છે. તેમને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ (Bhagyoday Hospital)માં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ શહેરોમાં ત્રિરંગા રેલી પણ કાઢવામાં આવી રહી છે. આવી જ એક રેલીમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.


નીતિન પટેલે ઝંડો નીચે ન પડવા દીધો


સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિન પટેલ જ્યારે હાથમાં ત્રિરંગો લઈને આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક એક ગાય કૂદીને તેમની તરફ આવી ચઢી હતી. અચાનક ગાય આવી ચઢતા નીતિન પટેલ અને તેમની આગળની વ્યક્તિ નીચે પટકાયા હતા. આ દરમિયાન નીતિન પટેલના હાથમાં ત્રિરંગો હતો. જોકે, તેમણે નીચે પડવા છતાં ત્રિરંગાને નીચે પડવા દીધો ન હતો.




વલસાડમાં ફરકાવાયો સૌથી ઊંચો તિરંગો


આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) નિમિત્તે રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો (tricolour) ફરકાવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા. આ પ્રસંગે પોલીસ જવાનો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
First published:

Tags: Stray Animal, નિતિન પટેલ, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો