Home /News /ahmedabad /અમદાવાદમાં વિચિત્ર ઘટના : પાણીમાં ડુબેલી કારમાં આગ, લોકો વચ્ચે કુતૂહલ સર્જાયું - VIDEO

અમદાવાદમાં વિચિત્ર ઘટના : પાણીમાં ડુબેલી કારમાં આગ, લોકો વચ્ચે કુતૂહલ સર્જાયું - VIDEO

જીવરાજ પાર્ક દેવાસ ફ્લેટ પાસે પાણીમાં ડુબેલી કારમાં આગ

Ahmedabad Heavy Rain : અમદાવાદ (Ahmedabad) ના વાસણા (Vasna) અને વેજલપુર (Vejalpur) વચ્ચેના વિસ્તાર એટલે કે જીવરાજ પાર્ક (Jivraj Park) વિસ્તારમાં આવેલા દેવાસ ફ્લેટની પાસે અડધી પાણીમાં ડુબેલી કારમાં અચાનક આગ (Car Fire) લાગી ગઈ હતી

અમદાવાદ : સ્માર્ટ સીટી કહેવાતું અમદાવાદ (Ahmedabad) ભારે વરસાદ (Heavy Rain) ના કારણે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે, ત્યારે આ બધા વચ્ચે શહેરના પોશ વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક કાર પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે, સાથે તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે. પાણીમાં ડુબંલી કારમાં આગ (Car Fire) જોઈ રહીશોમાં કુતૂહલ સર્જાયું હતું. ફાયરની ટીમે આગ પર કાબુ મેલવી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વાસણા અને વેજલપુર વચ્ચેના વિસ્તાર એટલે કે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા દેવાસ ફ્લેટની પાસે એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. મહત્વની વાત એ છે કે, આગ એવા સમયેલાગી જ્યારે કાર પાણીમાં અડધી ડુબેલી હતી. કારમાં આગ લાગેલી જોઈ રહીશો પહેલા તો અચંબીત થઈ ગયા હતા, અને કુતૂહલતાવશ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.



આ ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને કાર પર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કાર પાણીમાં અડધી ડુબેલી હતી અને કારમાં આગ લાગી હતી, અને સ્થાનિકોએ ફાયર વિભાગને બોલાવી પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં આવ્યો.

આ પણ વાંચોમેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, નદીઓએ ખતરાના નિશાન વટાવ્યા, ગુજરાત માટે પાંચ દિવસ હજુ ભારે

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, જીવરાજ પાર્ક વિસ્તારના દેવાસ ફ્લેટની સામે એક કાર બંધ હાલમાં પાણીમાં ડુબેલી છે, અને તેમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગઈ કાલ મોડી સાંજથી મેઘરાજાએ જબરદસ્ત બેટીંગ કરી છે. થોડાજ કલાકોમાં શહેરમાં 18 ઈંચ જેટલો વરસાદ પડતા, શહેર પાણી પાણી થઈ ગયું છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે અનેક વાહનો પાણીમાં ડુબવાથી બંધ પડી ગયા, આ કાર પણ ગઈ કાલના વરસાદમાં ફસાઈ ગઈ હતી, અને આ સ્થળ પર બંધ પડી ગઈ હતી. ત્યારે આજે સવારે આ કારમાં આગ લાગી હતી.
First published:

Tags: Ahmedabad rain, CAR FIRE, Gujarat monsoon 2022, Gujarat rain, Gujarat Rain Forecaste, Gujarat Rain Updates, Latest news Ahmedabad Rain, Monsoon 2022