Home /News /ahmedabad /Ahmedabad News : 41 વર્ષીય યુવકની પત્ની ભાગી ગઈ પાડોશી યુવક સાથે, બાદમાં થયું એવું કે...
Ahmedabad News : 41 વર્ષીય યુવકની પત્ની ભાગી ગઈ પાડોશી યુવક સાથે, બાદમાં થયું એવું કે...
વટવા લવ અફેર કેસ
અમદાવાદ (Ahmedabad) શહેરના વટવા (Vatva) ગામમાં રહેતા 41 વર્ષીય યુવક દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને 14 વર્ષની એક દીકરી તથા પાંચ વર્ષનો એક દીકરો છે. પાડોશી યુવક તેની પત્નીને ભગાડી (Love Affair) ગયા બાદ પણ શાંતીથી ન બેઠો અને જુઓ શું કર્યું
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય યુવકની પત્ની થોડા મહિના પહેલા પાડોશમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઈ હતી. બાદમાં મામલો શાંત પડ્યો હતો. યુવક દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે તેની માતાએ જણાવ્યું કે તેની વહુ ને ભગાડી જનાર યુવક ત્યાં આવ્યો હતો અને તમારી વહુ ને ભગાડી ગયો તમે શું ઉખાડી લીધું તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ફરિયાદી યુવક આરોપી યુવકના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારજનો હથિયારો સાથે તૂટી પડયા હતા. જે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વટવા ગામમાં રહેતા 41 વર્ષીય યુવક દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને 14 વર્ષની એક દીકરી તથા પાંચ વર્ષનો એક દીકરો છે. આ યુવકની પત્ની ત્રણેક મહિના પહેલા પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે જતી રહી હતી અને અમરાઈવાડી ખાતે રહેવા લાગી હતી. ગઈકાલે રાત્રે આ યુવક દુકાન બંધ કરી ઘરે આવ્યો હતો. તે વખતે તેની માતાએ જણાવ્યું કે તેઓ તેમના ઘર પાસે ઉભા હતા તે વખતે તેમની વહુ ને ભગાડી જનાર યુવક તેના મિત્રો સાથે નીકળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે હું તમારા દીકરાની વહુને લઈ ગયો તેમ છતાં તમે મારું કંઈ ન કરી શક્યા તેમ કહીને જતો રહ્યો હતો. જેથી યુવકે આ બનાવની જાણ તેના કાકાને કરી હતી.
બાદમાં આ યુવક અને તેના કાકા સામેવાળા યુવકના પિતા ના ઘરે ગયા હતા અને ત્યાં પણ તે યુવક હાજર હતો. જેથી ફરિયાદી યુવકે કહ્યું કે આપણી વચ્ચેનો ઝઘડો પૂરો થઈ ગયો છે તેમ છતાં તું કેમ ફરી વાર ઝઘડો કરવા માંગે છે? તેમ કહેતા સામેવાળો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલી હાથમાં છરી લઇ યુવકને મારી દીધી હતી.
આરોપી યુવકના પિતા પણ લોખંડની પાઇપ લઈને આવ્યા હતા અને યુવકને માતા તથા કમરના ભાગે મારી દેતા તેના કાકા છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે તેઓને પણ માર માર્યો હતો. ઘટનાને પગલે બુમાબુમ થતાં યુવકના અન્ય સંબંધીઓ વચ્ચે આવ્યા તો તે લોકોને પણ હથિયારથી માર માર્યો હતો અને સામેવાળા આરોપી યુવકે ધમકી આપી કે હવે પછી અમારી સાથે ઝઘડો કર્યો તો તમને બધાને જાનથી મારી નાખીશ. જોકે યુવકને તથા તેના ઘરના સભ્યોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. યુવકે હાલ તેની પત્નીને ભગાડી જનાર યુવક સહિત તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે તપાસ શરૂ કરી છે