Home /News /ahmedabad /Vapi Accident: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત, એક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કર

Vapi Accident: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત, એક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કર

. પ્રથમ ટેમ્પો અને ત્યાર બાદ એક પછી એક એમ સાત કાર મળી કુલ આઠ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.

વાપી માં હાઇવે ના પુલ પર વિચિત્ર અકસ્માતએક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કરકોઈ ઈજા કે જાનહાનિ નહિપણ વાહનો ને મોટું નુકશાનઆગળ ચાલતા એક ટેમ્પો ચાલક એ અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માતઅકસ્માત ને કારણે થોડા સમય સુધી હાઇવે પર ટ્રાફિક ને અસરઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નહીં.

વધુ જુઓ ...
  ભરતસિંહ વાઢેર, વાપી: વાપી (Vapi) માંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National Highway) પરના પુલ પર એક વિચિત્ર અકસ્માત (Road Accident) સર્જાયો હતો. જેમાં એક સાથે આઠ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ અકસ્માતને કારણે તમામ વાહનોને નુકસાન થયું હતું.

  બનાવની વિગત એવી છે કે, વાપીના મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હાઇવેના જીઆઇડીસી ચાર રસ્તા પરના ફ્લાયઓવર બ્રિજ પર પુરઝડપે પસાર થઇ રહેલા એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી હતી. સતત ધમધમતા હાઇવે પર ટેમ્પોની અચાનક બ્રેક વાગતાં પાછળથી પુરઝડપે આવી રહેલા અન્ય સાત વાહનો એક-બીજા સાથે ટકરાયા હતા. પ્રથમ ટેમ્પો અને ત્યાર બાદ એક પછી એક એમ સાત કાર મળી કુલ આઠ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.



  જોકે સદનસીબે ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. પરંતુ અકસ્માતનો ભોગ બનેલ તમામ વાહનોને થોડું વધુ નુકસાન થયું હતું. અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઇવે પરના વાહન વ્યવહારને અસર થઈ હતી. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી.

  આ પણ વાંચો- સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનતા જ પ્રથમ બેઠકમાં પીએમ મોદીએ લીધા હતા મહત્ત્વના નિર્ણયો

  આમ હાઇવે પરથી પસાર થતા એક ટેમ્પોની અચાનક બ્રેક મારતા પાછળ આવેલી સાત કાર એક પછી એક એક બીજા સાથે ટકરાતા આ વિચિત્ર અકસ્માત થયો હતો. આમ માત્ર એક વાહનના ચાલક દ્વારા નેશનલ હાઇવે પર બ્રેક મારતા એક સાથે 7 જેટલા વાહનોને નુક્શાન પહોંચ્યું હતું. અને આ ઘટના બાદ તમામ વાહનચાલકો ટેમ્પોચાલક સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો પરંતું આ અકસ્માતના મામલે કોઇ ફરિયાદ દાખલ ના થતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Accident News, Ahmedabad news, Gujarati news, Vapi