Exclusive : પરીક્ષા વગર લાઇસન્સ કઢાવવું છે? 10 હજાર રૂપિયા આપો એટલે કામ થઈ જશે!

News18 Gujarati
Updated: November 19, 2019, 10:39 AM IST
Exclusive : પરીક્ષા વગર લાઇસન્સ કઢાવવું છે? 10 હજાર રૂપિયા આપો એટલે કામ થઈ જશે!
એજન્ટોને કચેરીમાં પ્રવેશનો નિયમ માત્ર કહેવા પૂરતો.

લાઇસન્સ રિન્યૂ કરાવવાનો 800થી 2500 રુપિયાનો ભાવ, ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટિંગ ઓપરેશનમાં એજન્ટોની અધિકારીઓ સાથે સાંઠગાંઠનો પર્દાફાશ.

  • Share this:
અમદાવાદ : ટ્રાફિકના નવા નિયમો લાગુ થતા અમદાવાદ RTOમાં અરજદારોનો ધસારો વધ્યો છે. અરજદારોની આ ભીડને પગલે એજન્ટો અને RTOના અધિકારીઓને બખ્ખા થઈ ગયા છે. RTO કચેરીમાં લાઇસન્સ, HSRP નંબર પ્લેટ, વાહનના પેપર બનાવવા કાયદેસરના ભાવ બોલાય છે. એજન્ટોને મોં માગ્યા રૂપિયા આપો તો લાઈનમાં પણ ઉભા રહેવું પડતું નથી. કારણ કે એજન્ટોની અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. ન્યૂઝ18 ગુજરાતીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં આવ વાતનો પર્દાફાશ થયો છે.

આમ તો અમદાવાદમાં વાહનોની વધતી જતી સંખ્યા અને લોકોના ધસારાને જોતા RTOમાં ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે, છતાં તમામ પ્રક્રિયાઓનું સીધું હેન્ડલિંગ એજન્ટોના જ હાથમાં હોય છે. ટ્રાફિકના નિયમોના પાલન માટે અરજદારોને લાઇસન્સ, નંબર પ્લેટ, વાહનોના પેપર રાખવાની ફરજ પડાય છે. પરંતુ જ્યાં આ તમામ દસ્તાવેજની કામગીરી થાય છે તેવી RTO કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થાય છે. અમદાવાદ RTOમાં રૂપિયાનો ખેલ કેવી રીતે થાય છે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના સુભાસબ્રિજ ખાતે આવેલી RTO કચેરી પહોંચી હતી.



અહીં RTO કેમ્પસમાં વાહનો પાર્ક કરાવી રહેલા એક એજન્ટે કામ કરવી આપવાની તૈયારી બતાવી. લાઇસન્સ રિન્યૂ કરાવવાના કામ માટે એજન્ટને પૂછતા તેણે 2500 રૂપિયા થશે તેમ કહ્યું. રિપોર્ટર સાથેની વાતચીતમાં એજન્ટ સ્પષ્ટ કહી રહ્યો છે તેનું અંદરના RTO અધિકારીઓ સાથે સેટિંગ છે. લાઇસન્સ રિન્યૂ કરાવવાના કામમાં તેને 500 થી 600 રૂપિયા મળશે બાકીના અંદરના સાહેબોને આપવા પડશે.

સામાન્ય રીતે લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે અને તે બાદ 15 દિવસ કે મહિના પ્રમાણે તારીખ આપવામાં આવે તે રીતે અરજદારે કચેરીમાં જવું પડે છે અને પછી લાઇસન્સ રિન્યૂ થાય છે. પરંતુ રિપોર્ટર સાથેની વાતવાતમાં એજન્ટે લાઈનમાં ઉભા રહ્યાં વગર એ જ દિવસે લાઇસન્સ રિન્યૂ કરાવી દેવાની વાત કહી હતી. એટલું જ નહીં એજન્ટ અરજદારોને વિશ્વાસમાં લેવા તે કામ પત્યા પછી પૈસા આપવાનું પણ જણાવી રહ્યો હતો.

Loading...



એજન્ટ - 1

રિપોર્ટર - લાઇસન્સ રિન્યૂ કરાવવાનું છે.
એજન્ટ - આજે જ પતાવી આપું કે મહિના પછીની તારીખ જોઈએ છે?
રિપોર્ટર - આજે ને આજે પતી જશે?
એજન્ટ - એક્સપાયર્ડ થયાને કેટલા સમય થયો?
રિપોર્ટર - મહિના નથી થયા હજુ તારીખ પતવાની છે.
એજન્ટ - થઈ જશે આજે જ પતી જશે. 2500 રુપિયા જેટલો ખર્ચો થશે. એક ફોટો આપો ફટાફટ પતાવી આપું.
રિપોર્ટર - રુપિયા પહેલા ઉપાડી આવું?
એજન્ટ - રુપિયા પછી આપજો.
રિપોર્ટર - બેકલોગ કરાવવાનું કામ બધુ?
એજન્ટ - બધુ હું કરાવી આપીશ. તમને ઓકે કરીને આપીશ.
રિપોર્ટર - ફોટો લઈ આવું વોટ્સઅપ ચાલશે?
એજન્ટ - ગમે તે ચાલશે ફોટો ખાલી મેડિકલ માટે જોઈએ.
રિપોર્ટર - આજે જ થઈ જશે?
એજન્ટ - હા, થઈ જશે. લાવો બધુ હું તૈયાર કરી આપું. ફોર્મ હું ભરી આપું. તમે ખાલી મોબાઈલમાં ફોટો પાડી લો પ્રિન્ટ હું કઢાવી આપું છું.
રિપોર્ટર - 2500 રુપિયા વધારે છે.
એજન્ટ - અંદરનો ખર્ચો વધારે છે, આજે જ પતાવાનું છે, મહિના પછી નથી બોલાવવાના તમને.
રિપોર્ટર - કંઈક ઓછું કરો.
એજન્ટ - આમા મને 500, 600 રુપિયા જ મળશે, બધુ સાહેબોનું કામ કરવાનું.
એજન્ટ - તમારુ જૂનુ લાઇસન્સ છે, બેક લોગ નીકાળવો પડશે. અડધો એક કલાક મારે લાઈનમાં ઉભા રહેવું પડશે.
રિપોર્ટર - થોડુ કંઈક ઓછું.
એજન્ટ - પૈસા તમારે મને પછી આપવાના. એક રુપિયો નહીં લઉં પહેલા. મને 500, 600 રુપિયા મળવાના છે, બધો અંદરનો ખર્ચો છે, કામ જોશો તો બીજા 10 માણસ લઈને આવશો.
રિપોર્ટર - થોડા ઓછા કરો.
એજન્ટ - 2400 રુપિયા આપજો.
રિપોર્ટર - 1500માં નહીં થાય.
એજન્ટ - 1500માં નહીં થાય. આમાં 1800 જેટલો તો ખર્ચો છે. મને પણ કંઈ મળવું જોઈએ ને? બધુ આજે જ પતાવી આપવાનું છે. તમને ધક્કા નથી ખવડાવવાના.
રિપોર્ટર - વધારે છે થોડા



ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને વધુ એક એવો એજન્ટ મળી ગયો હતો. આ એજન્ટનું નામ દિલીપ હતું. આ શખ્સે રિપોર્ટર સાથેની વાતચીતમાં લાઇસન્સ રિન્યૂ કરવા માટે 1500 રુપિયા થશે તેવું જણાવી દીધું.

એજન્ટ -2

રિપોર્ટર - લાઇસન્સ રિન્યૂ કરાવવાનું છે.
એજન્ટ - ચાલુ જ છે ને લાઇસન્સ? આ તો ઘસાઈ ગયું છે. આમા બેકલોગ કરાવવું પડશે.
અન્ય એજન્ટ - રિન્યૂ અને બેકલોગ બંને થઈ જશે.
રિપોર્ટર - ઘસાઈ ગયું છે એટલે?
એજન્ટ - રિન્યૂ પણ થઈ જશે અને નવું આવી જશે.
રિપોર્ટર - રિન્યૂ જ કરાવવાનું છે ઘસાઈ ગયું છે તો ચાલશે ખરુ?
એજન્ટ - ના ચાલે. પોલીસવાળા પકડે તો સ્માર્ટકાર્ડ માગે છે. આ જૂનો ડેટા છે. બેકલોગ કરાવવું પડશે. રિન્યૂ કરાવવું પડશે.
રિપોર્ટર - રિન્યૂ માટે જ આવ્યા છીએ.
એજન્ટ - કરાવી દઈએ. લાવો ફોટો આપો. આજને આજ થઈ જશે. વસ્ત્રાલ આરટીઓમાં જઈ બેકલોગ કરાવી અહીં આવી જાઓ.
એજન્ટ - તમારે 1500 રુપિયા જેટલો ખર્ચો થશે. બેકલોગ કરાવીને આવો.
રિપોર્ટર - બેકલોગ કરાવીને આવું. આજેને આજે જ પતી જશે?
એજન્ટ - આજે જ પતી જશે.
રિપોર્ટર- આ ફોર્મ ઓનલાઈન તમે ભરી દેશો?
એજન્ટ - અરે, બધુ અમે કરી આપીશું.
રિપોર્ટર- પાકા લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરવી પડશે?
એજન્ટ - તારીખ આપે તેના એક દિવસ પહેલા મને ફોન કરજો.
રિપોર્ટર - તેમને એકઝામ નથી આપવી.
એજન્ટ - એક્ઝામના આપો તો ટેસ્ટ આપવો પડે.
રિપોર્ટર - કેટલા રુપિયા થાય?
એજન્ટ - એ આજેને આજે ન કહેવાય. તારીખ મળે પછી કહો. કોણ સાહેબ બેઠો છે તેના પર આધાર રાખે છે. એમના કામમાં દોઢ મહિનાનું વેઈટિંગ છે.
રિપોર્ટર - કેટલો ખર્ચો થાય?
એજન્ટ - ખર્ચો અત્યારે ન કહેવાય. કયો સાહેબ બેઠો છે તેના પર ખબર પડે.
રિપોર્ટર - આમાં કેટલા રુપિયા થાય?
એજન્ટ - રુપિયો પણ નથી થતો એવું કહું તોય ચાલે.



સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં ડગલેને પગલે એજન્ટોનો રાફડો ફાટ્યો છે. આરટીઓ કચેરી છે તે સરકારી કચેરી છે તેમ છતાં આ કચેરીના કેમ્પસમાં ખાનગી વાહનોને ઉભા રહી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કે ઝેરોક્ષની કામગીરી કરવાનો પરવાનો કોણે આપ્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે. આવા જ એક ઝેરોક્ષની કેબીન પાસે બેઠેલા મયુર નામના શખ્સને લાઇસન્સ રિન્યૂ કરાવવાનું પૂછતા તેણે પોતે એજન્ટ નથી પણ લાઇસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરી આપશે તેવું જણાવી દીધુ. લાઇસન્સ રિન્યૂ કરવા માટે આ શખ્સે 800 રુપિયા ખર્ચો થશે તેવું જણાવ્યું.

એજન્ટ -3

રિપોર્ટ - લાઇસન્સ રિન્યૂ કરાવવું છે.
એજન્ટ - થઈ જશે.
રિપોર્ટર - કેટલા રુપિયા થશે અને ક્યારે મળશે?
એજન્ટ - ટોટલ 800 રુપિયા ખર્ચો થશે. આજે જ કરાવી લો. 10 દિવસમાં તમારા ઘરે લાઇસન્સ આવી જશે.
રિપોર્ટર - લાઇસન્સ નવું કઢાવવું હોય તો?
એજન્ટ - નીકળી જાય. કમ્પ્યુટર એક્ઝામ આપવી પડે. ટેસ્ટ આપવી પડે.
રિપોર્ટર - એક્ઝામ ના આપવી હોય તો?
એજન્ટ - તો સેટિંગમાં કરાવવું પડે.
રિપોર્ટર - 2 અને 4 વ્હીલર બંનેનું?
એજન્ટ - 10 હજાર રુપિયા ખર્ચો થશે. કાચુ લાઇસન્સ હાથો હાથ મળી જશે. પાકા લાઇસન્સમાં ટ્રાયલ આપી દેવાની.
રિપોર્ટર - એમા પછી એકઝામ નહિ આપવાની?
એજન્ટ - એક્ઝામ નહીં આપવી પડે. 10 હજાર ખર્ચો થશે. ટુ અને ફોર વ્હિલર બંનેના.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...