Home /News /ahmedabad /સ્ટિંગ ઓપરેશનઃ અમદાવાદમાં દેશી-વિદેશી દારુનો કારોબાર, જોઇએ તે ડ્રગ્સ મળે છે
સ્ટિંગ ઓપરેશનઃ અમદાવાદમાં દેશી-વિદેશી દારુનો કારોબાર, જોઇએ તે ડ્રગ્સ મળે છે
નશો કરી રહેલા યુવકની તસવીર
ન્યૂઝ18 ગુજરાતીની (News18 Gujarati)ટીમે શહેરમાં સરકારે નશાના વેપાર પર મુકેલા પ્રતિબંધને લઈને ચકાસણી શરુ કરી. ગ્રાઉન્ડ ઝીરો પર ટીમ જ્યારે પહોચી ત્યાકે જોયું તો ખબર પડી કે સરકારી ફરમાનો માત્ર કાગળ પર જ છે.
સંજય જોશી, અમદાવાદઃ શહેરના નશાનો કારોબાર બેરોકટોક ધમધોકાટ ચાલે છે. અમદાવાદ શહેરના (Ahmedabad) કોઈ પણ ખુણે જાઓ નશો મળી રહે છે. દેશી દારુ, વિદેશી દારુ અને પ્રતિબંધિત ડ્રગ્સની (Drugs)પડીકીઓનો ધમધોકાટ ચાલી રહ્યો છે. ન્યૂઝ18 ગુજરાતીની (News18 Gujarati)ટીમે શહેરમાં સરકારે નશાના વેપાર પર મુકેલા પ્રતિબંધને લઈને ચકાસણી શરુ કરી. ગ્રાઉન્ડ ઝીરો પર ટીમ જ્યારે પહોચી ત્યાકે જોયું તો ખબર પડી કે સરકારી ફરમાનો માત્ર કાગળ પર જ છે.
નશાનો કારોબાર શહેરમાં ચાલું જ છે અને પરિણામે પોલીસ (Police) અને બૂટલેગરોને (bootlegger) બખ્ખા થઈ ગયા છે. શહેરમાં દારુના શોખીનોને સરળતાથી દારુ મળી રહે છે. દેશી વાળાને દેશી અને વિદેશી ગ્રાહકો માટે વિદેશી દારુની નદીઓ વહે છે. સરકારે દારુબંધીના કડક કરેલા કાયદા બાદ હાલમાં જાહેરમાં ચાલતી હાટડીઓ થોડી ઓછી જરુર દેખાય છે. પરંતુ અંદર ખાને તો દારુ મળે છે. અને બૂટલેગરો તથા તેમના એંજટો ગ્રાહકોની સરભરા કરવા હમેશા તૈયાર રહે છે.
સ્ટિંગ ઑપરેશનના કેટલાંક અંશ
લોકેશન:- સરસપુર ચાર રસ્તા
સૌથી પહેલા અમે સરપુર સરકારી શાળા નંબર 24 ખાતે પહંચ્યા. જે સરસપરુ ચામુંડા બ્રીજ પાસે આવેલી છે. અને અહી આવતા પ્રાથમિક શાળાના બાળકો દારુનો ધંધો કઈ રીતે થાય અને દારુ કઈ રીતે પીવાય તે શીખે છે. વાત ચોકાવનારી છે. પણ હકીકત છે. સ્કૂલમાં કે સ્કૂલની બહાર ગમે ત્યા જુઓ દેશી દારુની પોટલીઓના ઢગ જોવા મળે છે. લોકોના મતે અહી રોજ સવારે પોલીસની ગાડી પણ આવે છે અને હપ્તો લઈ જાય છે અમે રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ અમારુ કોઈ સાંભળતુ નથી. અમારી વસાહતમાં આવેલા શૌચાલયો પણ દેશી દારુની કોથળીઓથી ખદબદી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે સરકાર અને પોલીસના આ બૂટલેગરો પર ચાર હાથ છે અને પરિણામે અમારે અહી રહેવું કે અમારા બાળકોને સરસપુરની શાળામાં ભણાવવા એટલે દારુડિયા કે બૂટલેગર બનાવવાની રાહે લઈ જવા થી કમ નથી.
લોકોની વેદના જાણી અને અહીની રિયાલિટી જોઈને તો અમે પણ ચોકી ગયા. કેમ કે નશાના કારોબાર પર અહી કોઈ રોકટોક નથી. અહી શાળામાં ભણતા બાળકો જાણે કે દારુના વેપારના પાઠ ભણી રહ્યા હોય તેવી હકીકતો સામે આવી છે. ત્યારે ન્યૂઝ 18ના સવાલ છે કે શું સ્થાનિક પોલીસ આ જોઈ નથી શકતી.. પોલીસ ચુપ કેમ છે.. , સરકાર ચુપ કેમ છે.. આ તો માત્ર ટ્રેલર છે જયારે અમે સરસપુર અને તેના આસપાસના વિસ્તારોના તપાસ કરી ત્યારે અમારા સ્ટિંગ ઓપરેશનમાં (Sting operation)જે હકીકતો કેદ થઈ તે જોઈને તો ગૃહપ્રધાનનું માથુ પણ શરમથી ઝુંકી જાય.
નશો કરતા યુવકોની તસવીર
અહી આવેલી વિવિધ ચાલીઓમાં દેશી દારુ વિદેશી દારુના અડ્ડાઓ ધમધોકાટ ચાલે છે. બૂટલેગરો સાથે વાત થઈ તેમનું કહેવું છે કે પોલીસના કહ્યા પ્રમાણે બસ જાહેરમાં નહી કરવાનુ બાકી ધંધો કરો. તમે બિંદાસ્ત.. ફુલ ભરણ આપતા આ બૂટલેગરોએ એંજટો પણ રાખ્યા છે. તેઓ માલ લાવી આપે છે અને આ વિસ્તારમાં આવતા ગ્રાહકોનું ધ્યાન રાખે છે. દેશી- વિદેશી દારુ જ નહી અહી ડ્ર્ગ્સના નશાનો કારોબાર પણ જોરમાં ચાલે છે. બ્રાઉન સુગર, ગાંજો અને ચરસના બંધાણીઓ ગમે ત્યા તમને કસ પે કસ મારતા આસાનીથી મળી રહે છે.
રીપોર્ટર: યે પાવડરકા નશા દારુકી તરહ અસર કરેગા, કરતા હૈ.. ડ્રગ્સ એંજટ: નહી ભાઈ દારુ તો અપને કો શૈતાન બના દેતા હૈ. ઓર ઈસસે તો ઈન્સાન ભાઈ અપની મસ્તીમે મસ્ત રહતા હૈ.. અને સાંભલો તેનો શાયરના અંદાજ.. દારુમે તો જહા જાઓ વહા ફાઈટીંગ ઓર મુહમારી હોતી હૈ.. પડીકી મસ્ત હૈ. રીપોર્ટ: યે પડીકી કીતનેમેં મિલતી હૈ ડ્ર્ગ્સ એંજટ: 100 રુપિયેકી પાવડરની( બ્રાઉન સુગરની) પડીકી.. 100 રુપિયે કી ગાંજેકી પડીકી, અભી 200 રુપિયે કા નશા ચાર ભાઈ કર રહે હૈ.. અભી ચક 4 પડિકી પી ગયે હમ લોકો 800 કી..
દિવસની હજારથી વધુના પાવડરનો નશો કરતા આ ચરસીઓ અહી બૂટલેગરોના એંજટ છે તેઓડ્રગ્સ અને દારુનો વેપાર કરે છે. તમે ઓર્ડર કરો માલ હાજર.. નશાની ડીલ બાદ શરુ થઈ દારુની ડીલ.. તેમનુ કહેવુ છે કે જે જોઈએ તે બ્રાન્ડ મળી જશે.. સાંભળો આ ચરસીઓને..
ડ્રગ્સ અને દારુના એંજટ: 900 રુપીયા ઓર 100 રુપીયા હમારે રીક્શા કા ભાડા દે દેના.. રીપોર્ટર: રાજસ્થાન કા મિલેગા ડ્રગ્સ અને દારુના એંજટ: તુમ બોલો વો માલ મીલ જાયેગા લાના પડેગા તુ સાથમે ચલો એસા હો તો રીપોર્ટર: પુછ લો ડ્રગ્સ અને દારુના એંજટ: મે એક કસ લગા કે લાતા હુ.. ફરી લે આતા હુ..
લોકેશન: વટવા
રાજ્યના ગૃહપ્રધાન એવા પ્રદીપસીંહ જાડેજાના મત વિસ્તાર વટવામાં દારુ સરળતાથી મળી રહે છે. અહી નશાનો કારબોર ઘણો જ ફુલ્યો ફાલ્યો છે અને લોકો નશો કરતા સહેજ પણ નાનમ અનુભવતા નથી. ઉપરાંત જે બેરોજગારો છે તે નશાના વેપારમાં જોતરાયા છે. કહેવાય છે કે બૂટલેગરોનો ધંધો પણ વારસાગત ચાલતો આવે છે.. કઈક એવુ જ જોવા મળ્યુ વટવા વિસ્તારમાં. અહી કેટલાક નવયુવાન બૂટલેગરો અને તેમના રોકેલા એંજટો દારુના વ્યવસાયમાં જોતરાયેલા છે.. અમને મળેલા એક બુૂલેગરના એજન્ટે કહ્યું કે કે હમ ઈસ્તીયાક કાણીયે કી સંતાન હૈ.. દારુ કે ધંધેમે ઈસ્તીયાક કાણીયા કા બડા નામ થા.. ઓર આજ ભી દારુ તો હમારે પાસ મીલ હી જાયેગા. અમારા સંવાદદાત સંજય જોશીએ કરેલી વાતચીતનો આ અંશો..
વટવા બ્રીજ નીચે ઈંગ્લીશ દારુનો ધંધો કરતી લારી વાળી મહિલા બુટલેગર પહેલી નજરે તો ભજીયા વેચતી આ મહિલા દારુ વેચતી હશે તેવો અણસાર પણ ન આવે. પરંતુ તેમને ગોઠવેલા એજન્ટોને મળો તો તમને આ મહિલા પાસેથી દારુ મળી જાય.. અમે પણ અહી એક બૂટલેગરોના એજંટને મળ્યા અને તે એંજટ અમને આ મહિલા સુધી લઈ આવ્યો.. અને મહિલાએ તો વાતવાતમા ંઅમારા હાથમાં દારુ બોટલ પણ પક઼ડાવી દીધી.,.
વિદેશી માલ હૈ ખુલ્લેમાં મત દિખાઓ કહેતી આ મહિલા બુટલેગર લારી પર જ દારુ નો નશો વેચી રહી છે.. અહીની પોલીસને જાણે કે આ કોઈ જ નશાના કારોબાર વિશે ખ્યાલ નથી..અને એટલે કહેવાય છે કે ગંદા હૈ પર ધંધા હૈ યે.. બૂટલેગરો માટે પણ અને પોલીસ માટે પણ..
વિદેશી નશો મળે છે.. દેશી પણ મળે છે.. અને એ પણ જાહેરમાં. આવો હવે અમે પહોચ્યા વટવા જીઆઈડીસી વિસ્તારમાં. અહી તો આલીશાન ધંધો દેશી દારુનો જોવા મળ્યો. બીલકુલ વટવા જીઆઈડીસી તરફ જતા ઓવર બ્રીજની નીચે ના ભાગે મોટુ મંડપ બાધીને ચલાવવામા આવી રહ્યો છે.. દેશી દારુનો ધંધો અહી આપ જોઈ શકો છો. કે ખાટલા પર દેશી દારુની પોટલીઓનો અંબાર છે. અને લોકોની ભીડ પણ વિશેષે છે.. બ્રીજની નીચેના ભાગે દેશી દારુનો ધંધો મોટે પાયે ચાલતો જોવા મળે છે. અમે અહી પહોચી ઈંગ્લીશ દારુની ડીમાંડ કરી તો ઇંગ્લિસનું સરનામું પણ મળી ગયુ.
ખાટલા ઉપર પડેલી દેશી દારૂનૂ તસવીર
રીપોર્ટર: દેશી દારુ છે બુટલેગર : હા દેશી જ છે રીપોર્ટર: ઈંગ્લિશ ક્યા મળશે ? બુટલેગર: બ્રીજની પેલે બાજુ.. બ્રીજ ચડીને ડાબી બાજુ વળશો એટલે આવેલા છાપરાઓમાં મળી જશે..
અહી ચાલતો દેશ દારુનો અડ્ડો પોલીસને લાખો રુપિયાનું ભરણ આપતો હોવાનું પણ લોકોએ જણાવ્યુ તો ત્યારબાદ અમે શહેરના મણિનગર વિસ્તારમાં પહોંચ્યા. અહી તો મુંહ મે રામ બગલમે છુરી જેવો ઘાટ જોવા મળ્યો. મણીનગર ગોરના કુવા પાસે આવેલી પોલીસ ચોકીની આડમાં અહી પણ દેશી દારુનો ધંધો બેરોકટોક ચાલી રહ્ય ોછે.. પોલીસ ચોકીની દિવાલે જ અને પાછળના ભાગે રેલ્વે ટ્રેક પર જોઈએ તેટલો દારુ મળી રહે છે.
લોકેશન : ગોરનો કુવો (મણીનગર)
રીપોર્ટર: માલ છે બુટલેગર: 20 રુપીયાની એક થેલી રીપોર્ટર: ઈંગ્લીશ મળશે બુટલેગર: ભાઈપુરા જતા રો મળી જશે..
ગોરનો કુવો, દેશી દારુના બુટલેગર અને અન્ય એક પોલીસ ચોકી પાસે દેશી દારુનો ધંધો કરતી મહિલા બુટલેગરે કહ્યુ ભઈપુરા એટલે દારુનો દરીયો મળી જશે પહોચી જાઓ.. જી હા આ વિસ્તારમાં પોલીસ ચોકીની આડમાં દેશી દારુ અને ભાઈપુરામાં વિદેશી દારુ આસાની થી મળી રહે છે. નશાનો કારબોર અહી પણ ખુબ ફુલ્યો ફાલ્યો છે..
લોકેશન: નરોડા (ઠક્કરબાપાનગર)
શહેરનો કોઈ ખુણો બાકી નથી કે જ્યા દારુનો કારોબર ન ચાલતો હોય.. ક્યાક જાહેરમાં તો ક્યાક સંતાઈને.. પણ દારુતો અવેલેબલ છે જ.. સવાલ એ થાય છે કે શહેરમાં દારુ નો જથ્થો આવે છે ક્યાથી.. પરંતુ મળે છે એને મતલબ છે કે આવે તો છે જ .. સીધી આંગળી સરકાર અને પોલીસ પર ચીંધાઈ રહી છે.. હવે અમારી ટીમ પહોચી શહેરના નરોડા પાટીયા અને ઠક્કરબાપાનગર ચમક ચુના રોડ વિસ્તારમાં.. નરોડા પાટીયા ઠક્કબાપાનગર ચમક ચુનાની લાઈનમાં ચાલે છે દારુનો વેપાર અમને જોઈને બૂટલેગરો ભડક્યા.. પહેલા તો આપવા તૈયાર થઈ ગયા જો કે પછી શક જતા માલ નથી તેમ કહીને બપોર પછી આવજો મળી જશે તેમ કહ્યુ.. તો આવિસ્તારમાં દારુડીયાઓ સહેલાઈથી મળી રહેતા હોય છે.. દારુને લીધે રોડ રસ્તાઓ પર બેફામ પીધેલી હાલતમાં તેઓ મળી આવે છે.. એક દારુડીયા સાથે અમે વાતચીત કરી.
રીપોર્ટર: શુ નામ તારુ .. ક્યાથી પીને આવ્યો દારુડીયો: નરોડા પાટીયા થી રીપોર્ટ: કોને ત્યાથી દારુડીયો: હીરુને ત્યાથી રીપોર્ટર: ડેઈલી મળી જાય છે દારુડીયો : માથુ હલાવી કહે છે હા. અને દારુના અડડાનુ સરનામુ પણ જણાવે છે રીપોર્ટર: ત્યા જઈને પી આવવાનુ અને પછી રોડ પર પડ્યુ રેવાનુ દારુડીયો: થોડુ ભાન થતા બોલ્યો મને મજા નથી આવતી. પણ રોજ મળી જાય છે.
હકીકત આપની સમક્સ છે.. સરકાર કાયદા તો બનાવે છે પરંતુ કાયદા ના રક્સકો જ તે કાયદાઓને ફાઈલોમાં કેદ કરી અભરાઈએ ચઢાવી દે છે. જેના પરીણામે જ અમદાવાદ શહેરમાં નશાનો કારોબાર સતત ફુલીફાલી રહ્યા હોવાનુ ન્યૂઝ 18ના સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અમને આ અડ્ડાઓની બાતમી મળી હતી..
જો કે સમયાઅભાવે અમે બધા જ ઓપરેશન બતાવી રહ્યા નથી. પરંતુ સવાલ એ છે કે જો અમને આવા અડ્ડાઓની બાતમી મળી રહે છે અને અમે તે એક્સપોસ કરી રહ્યા છે તો પોલીસને કેમ પોતાના વિસ્તારના અડ્ડાઓની માહીતી નથી.. કે પછી પોલીસ બેડામાં ફેલાયેલા ભ્ર્ષ્ટાચારાનુ આ વરવુ રુપ છે.. જે શહેરમાં ફેલાયેલા નશાના કારોબારના ભાગ રૂપે જોવા મળી રહ્ય ુછે.. અને આજની પેઢીઓ તેમાં હોમાઈ રહી છે તે નગ્ન હકીકત પણ છે.. હવે તો સરકારે સુચક પગલા લેવાનો સમય પાકી ગયો છે..