અમદાવાદ: વટવા જીઆઇડીસી (vatva gidc) વિસ્તરમાં સાવકા પિતાએ (step father) પુત્રને પાણી ભરેલી ટાંકીમાં ડુબાડી ઢાંકણું બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જો કે પુત્રએ ઢાંકણું ખોલીને બહાર નીકળી જતાં જીવ બચી ગયો હતો. અને તેના માસીના ઘરે જઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગે ખુદ પત્નીએ પતિ સામે પુત્રના હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, વ્યસની પતિ તેની પત્નીના પ્રથમ પતિથી ઈર્ષા રાખીને મારઝૂડ કરી (beaten) મારી નાખવાની ધમકી આપતો હતો.
વટવા જીઆઇડીસીમાં આવેલા વિનોદભાવેનગરમાં રહેતા એક મહિલા એ તેના પતિ વિરુદ્ધ પુત્રના હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મહિલા પતિ તેમજ બે સંતાન સાથે રહે છે. મહિલા ને અગાઉ ના પતિ સાથે મનમેળ ન રહેતાં છૂટાછેડા લઇ લીધા હતા. જ્યારે બંને સંતાનો તેમની સાથે રહેતા હતા. ત્યારબાદ મહિલા એ તેમના ગામમાં રહેતા એક યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યાં હતાં. મહિલા અને તેમનો પતિ ભાડાનાં મકાનમાં વિનોબાભાવેનગરમાં રહેતાં હતાં.
મહિલા ને બીજાં લગ્ન દરમિયાનમાં કોઈ બાળક ન હતું. મહિલા નો પતિ વ્યસની હોવાથી તે અવારનવાર ઘર ખર્ચ બાબતે ઝઘડો કરીને મારામારી કરતો હતો. તેમજ બંને બાળકો આગળના પતિનાં હતાં. આથી તેમની પ્રત્યે ઈર્ષા રાખીને મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતો હતો. મહિલા એ ઘણી વખત પતિને સમજાવતા હોવા છતાં તે ધમકી આપતો હતો. ગઈ કાલે સવારના સમયે મહિલાનો અગિયાર વર્ષનો દીકરો સ્કૂલમાં ગયો હતો.
તે વખતે પતિ ઘરે હાજર ન હતા અને નવ વાગે મહિલા ની તબિયત સારી ન હોવાથી તેઓ દીકરીને લઈને સારવાર કરાવવા હોસ્પિટલ ગયાં હતાં. તે દરમિયાનમાં મહિલા ની નાની બહેન એ ફોન કરીને કહ્યું હતું કે તારા પતિએ તારા છોકરાને પાણીની ટાંકીમાં ડુબાડી દીધો છે. તે બહાર નીકળી મારે ઘરે આવ્યો છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઈએ છીએ. તું બારોબાર એલ જી હોસ્પિટલ આવ. આમ કહેતાં મહિલા તરત હોસ્પિટલ દોડી ગયાં હતાં.
એલ.જી. હોસ્પિટલમાં પહોંચીને દીકરાને આ બાબતે પૂછતાં તેણે કહ્યું હતું કે હું સ્કૂલેથી રિસેસમાં ઘરે આવ્યો ત્યારે પિતાએ મને પૂછ્યું કે તારી મા ક્યાં છે. જેથી તેમને મેં જવાબ આપ્યો કે મને ખબર નથી. આમ કહેતાં પિતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. મને ગાળો બોલીને તેમજ માર મારીને પાણીની ટાંકીનું ઢાંકણું ખોલીને મારું ગળું પકડીને પાણી ભરેલી ટાંકીમાં ડુબાડી દીધો હતો.
થોડી વાર રહીને પાછો બહાર કાઢી ટાંકીમાં ફરીથી ડુબાડી દીધો હતો અને ઉપરથી ટાંકીનું ઢાંકણું અડધું બંધ કરીને કહ્યું કે આજે તો જાનથી મારી નાખીશ તેમ કહીને ઢાંકણું ફરી બંધ દીધું હતું. દીકરાએ જેમ તેમ કરીને ઢાંકણું ખોલીને બહાર નીકળી ગયો હતો અને એકદમ દોડીને માસીના ઘરે જતો રહ્યો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. પિતાએ સાવકા દીકરાને મારી નાખવાની કોશિશ કરી હતી. જેથી તેની વિરુદ્ધમાં મહિલા એ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર