અમદાવાદ : રામોલ વિસ્તા માં પિતા પુત્રી ના સબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં (Ramol Ahmedabad) આવ્યો છે. 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઉઠાવી પહેલા સાવકા પિતા (Step Father Uncle Raped Minor Girl) એ દુષ્કર્મ આચર્યું બાદમાં ફૂવાએ પણ સગીરાને તેની હવસનો ભોગ બનાવી હતી. આ અંગે સગીરાએ રામોલ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા અને ફૂવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો (POCSO Act) સહિત ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હેવાનિયતની હદ વટાવતા કિસ્સાની વિગતો એવી છે કે અમદાવાદના રામોલમાં એક મહિલા તેની 15 વર્ષીય સગીરા અને તેના ત્રીજા પતિ સાથે રહેતી હતી. ભોગ બનનાર સગીરા તેના સાવકા પિતા સાથે રહેતી હતી. બે મહિના અગાઉ સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે નરાધમ સાવકા પિતા એ એકલતાનો લાભ ઉઠાવી અને સગીરા સાથે અડપલા કરવાનુ શરૂ કર્યું હતું.
રૂમ બંધ કરીને સગીરા ને જાન થી મારી નાંખવાની ધમકી આપી
જો કે સગીરા એ બૂમાબૂમ કરવાનો પ્રયત્ન કરતા આરોપી એ રૂમ બંધ કરીને સગીરા ને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. અને બાદ માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે નરાધમ આરોપી ને કામ અર્થે બહાર ગામ જવાનું હોવાથી તે તેની બહેનના ત્યાં સગીર દીકરીને થોડા દિવસ માટે મૂકી ને ગયો હતો.
ફૂવાએ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, અશ્વીલ તસવીરો ક્લિક કરી
આ દરમ્યાન સગીરા સાથે ફૂવાએ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. એટલું જ નહી આરોપી એ તમામ હદ વટાવીને અશ્લીલ ફોટો પણ પાડયા હતા. અને તેને બ્લેક મેઈલ કરવાનુ શરૂ કર્યું હતું.
જોકે, અંતે કંટાળી ને સગીરાએ આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે અન્ય ફરાર આરોપી ને પકડવા માટેના ચક્રો ગતિમાન કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર