ધોરણ-10નું 67.50% પરિણામ, આ વર્ષે પણ સુરત જિલ્લો મોખરે

News18 Gujarati
Updated: May 28, 2018, 2:48 PM IST
ધોરણ-10નું 67.50% પરિણામ, આ વર્ષે પણ સુરત જિલ્લો મોખરે
રાજકોટમાં પરિણામ બાદ સ્ટુડન્ટ્સે ગરબા લીધા હતા
News18 Gujarati
Updated: May 28, 2018, 2:48 PM IST
જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે બોર્ડનું પરિણામ 67.50 ટકા જાહેર થયું છે. આજે વહેલી સવારે જ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

આ પરીક્ષામાં 7,95,528 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 7,90,240 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આમાંથી 5,33,414 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા.

સમય પહેલા જાહેર કરી દેવાયું પરિણામ


આ વખતે સમય પહેલા જ ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. બોર્ડની વેબસાઇટ પર સવારે 7 વાગ્યે જ પરિણામ ઓનલાઇન મૂકી દેવામાં આવ્યું હતું.

પરિણામ પર એક નજર:
Loading...

- કુલ 908 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી
- ગયા વર્ષે ધોરણ-10નું પરિણામ 68.24% રહ્યું હતું
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: ખોરાસા (જૂનાગઢ) 96.93%
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: સુખસર (દાહોદ) 5.93%
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો:  સુરત 80.06%
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: દાહોદ 37.35%
- છોકરાઓનું પરિણામ:  63.73%
- છોકરીઓનું પરિણામ: 72.69%
- અંગ્રેજી માધ્યમનું પરિણામ: 90.12%
- ગુજરાતી માધ્યમનું પરિણામ: 65.16%
- હિન્દી માધ્યમનું પરિણઆમ: 72.30%
- સીસીટીવી ફૂટેજ પરથી નોંધાયેલા ગેરરીતિના કેસ: 1231

ગ્રેડ પ્રમાણે પરિણામ
ગ્રેડ માર્ચ-2017 માર્ચ-2018
A1 3750 6378
A2 24454 33956
B1 57739 72739
B2 113538 127110
C1 181817 172350
C2 140229 113932
D 7327 6937
E1* 16 12

પરિણામ અહીં જાણોઃ

http://www.gseb.org

http://gipl.net


 
First published: May 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...