ગાંધીનગરઃ મહેસૂલ વિભાગના વિવિધ કક્ષાના કર્મચારીઓના એક કાયમી પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. મહેસૂલી તલાટી, સિનિયર કારકુન, નાયબ મામલતદારોને નોકરીના 12 અને 24મા વર્ષે મળતા ઉચ્ચતર પગાર ધોરણ બાબતે મહેસૂલ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે. આ કક્ષાના કર્મચારીઓને લાભ હવેથી 10-20 અને 30મા વર્ષે મળશે. એટલે કે સરકારમાં બઢતીથી ભરવા જગ્યાઓ ન હોય તેવી સ્થિતિમા શિક્ષકોની જેમ મહેસૂલી કર્મચારીઓને પણ નોકરીના 10, 20 અને 30 વર્ષેએ લાભ મળી જશે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરી આ મુદ્દે જાહેરાત કરવામાં આવી છે.
નવી યોજના દાખલ કરવામાં આવી
સરકારી કર્મચારીઓ માટે ભરતીના અભાવની મર્યાદિત તકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નાણા વિભાગ દ્વારા હવે દસ-બાર 24 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ કર્મચારીઓને મળશે. નાણા વિભાગના તા 29-10-2022ના ઠરાવથી સામેના તા.2-7-07ના ઠરાવ 12 અને 24 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજનાની જગયાએ. 10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગેની યોજના દાખલ કરવામાં આવી છે.
તા.2/7/2006 પહેલાં 9 વર્ષની સેવા પૂર્ણ કરેલા કર્મચારીઓને નાણા વિભાગના સંદર્ભમાં 16-8 1994ના ઠરાવની જોગવાઈ અનુસાર ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થશે. જે અંગેની દરખાત સંદર્ભના 9-10-2002ના પરિપત્ર સાથેના પરિશિષ્ટ મુજબ મોકલવાની રહેશે.
તા. 19-10-22 એ ૧૨ વર્ષની સેવા પૂર્ણ કરેલ કર્મચારીઓને નાણા વિભાગના સંદર્ભ મા તા.૦૨/૦૭.૨૦૦૭ના ઠરાવની જોગવાઈ અનુસાર ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થશે. જે અંગેની દરખાસ્ત સંદર્ભપના 8-10-2007ના પરિપત્ર સાથેના પરષ્ટિ તેમજ સંદર્ભના ના 31-5-2008,ના પત્ર સાથે સામેલ પરિશિષ્ટ મુજબ મોકલવાની રહેશે.
10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગેની યોજના અંગે સંદર્ભ 7માં દર્શાવેલ તા.19-10-2022ના ઠરાવ સાથેની પરીપત્ર તેમજ આ પરિપત્ર સાથે સામેલ પરિશિષ્ટોની વિગતો દરખાસ્ત સાથે રજૂ કરવાની રહેશે.
કલેકટર કચેરીના મહેકમના કલેકટર કચેરીઓ સિવાય અન્ય કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરીની દરખાસ્ત જે તે ખાતાના વડાની કચેરીએ સંબંધિત કલેકટર કચેરીને કરવાની રહેશે. કલેકટર કચેરીએ ચકાસણી કરીને આવી દરખાસ્ત વહીવટી વિભાગને મોકલી આપવાની રહેશે. આ ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરી દરખાસ્ત સંબંધિત કર્મચારીએ આખે આખી સેવાપોથી ન મોકલતા જરૂર પૂરતી સેવાપોથીમાં નોંધ પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. સંપૂર્ણ અધ્યતન ખાનગી અહેવાલની ફાઈલ પણ પૂરી પાડવાની રહેશે. ખાનગી ફાઈલમાં ક્રમ અનુસાર મૂકીને સુનિશ્ચિત કરવાનું રહેશે. ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરી દરખાસ્ત સરકારના નાણા વિભાગને સામાન્ય વહીવટી વિભાગ અને મહેસૂલ વિભાગના વખત બહાર પાડવામાં આવતા ઠરાવ અને પરિપત્રને સૂચનાને આધીન કરવાની રહેશે.