Home /News /ahmedabad /

અમદાવાદ રથયાત્રા Video : ભક્તિના 'પૂર'માં માનવતાની 'હેલી', ગૃહ રાજ્યમંત્રીએ વીખુટા પડેલા બાળકોના લૂછ્યા આંસુ, માતા-પિતા સાથે કરાવ્યું મિલન

અમદાવાદ રથયાત્રા Video : ભક્તિના 'પૂર'માં માનવતાની 'હેલી', ગૃહ રાજ્યમંત્રીએ વીખુટા પડેલા બાળકોના લૂછ્યા આંસુ, માતા-પિતા સાથે કરાવ્યું મિલન

અમદાવાદ રથયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માનવીયતા

Ahmedabad Rathyatra : રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે રથયાત્રામાં સામેલ હર્ષ સંઘવી (Harsh Sanghvi) સામેલ હતા, ત્યારે અચાનક તેમને સમાચાર મળ્યા કે બે બાળકો ભીડમાં વિખુટા (Separated child) પડ્યા છે. તેઓ તુરંત તેમના વાહન પરથી નીચે ઉતરી બાળકો પાસે પહોંચી ગયા અને ગભરાયેલા બાળકોને હુંફ આપી

વધુ જુઓ ...
    Ahmedabad Rathyatra : શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (Rathyatra) ચાલી રહી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપી રહ્યા છે. રથયાત્રાના મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. ત્યારે આ ભીડમાં બે બાળકો અચાનક વિખુટા પડ્યા હોવાનું સામે આવતા તુરંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) બાળકોની પાસે દોડી આવ્યા અને તેમની મદદ માટે ખડે પગે ઉભા રહી માતા-પિતાને તત્કાલિક શોધી કાઢવા પોલીસને જણાવવામાં આવ્યું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે રથયાત્રામાં સામેલ હર્ષ સંઘવી સામેલ હતા, ત્યારે અચાનક તેમને સમાચાર મળ્યા કે બે બાળકો ભીડમાં વિખુટા પડ્યા છે. તેઓ તુરંત તેમના વાહન પરથી નીચે ઉતરી બાળકો પાસે પહોંચી ગયા અને ગભરાયેલા બાળકોને હુંફ આપી. તેમણે પોતાના રૂમાલથી રડી રહેલા બાળકોના આંસુ લૂચ્યા અને પોલીસને તેમના માતા-પિતાને શોધવા હુકમ કર્યો.

    આ ઘટના બાદ તુરંત પોલીસે રથયાત્રાની સુરક્ષા સાથે બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા. અને બાળકો માતા-પિતાને સોંપવામાં આવ્યા. આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીનો માનવીય ચહેરો જોવા મળ્યો. તેમણે માનવીયતા બતાવી તો અમદાવાદ પોલીસે તત્પરતા બતાવી માતા-પિતાને શોધી હશકારો અનુભવ્યો હતો. હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, ગુજરાત પોલીસે શાનદાર કામ કર્યું અને વિખુટા પડેલા બાળકોને તત્કાલીન માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. બાળકોના માતા-પિતા અે નગરજનોએ પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.



    ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રંગેચંગે રથયાત્રા થઈ રહી છે. ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તોને દપર્શન આપી રહ્યા છે. ઊંટ, હાથી, સહિત અનેક વાહનોમાં ભક્તો ભજન કિર્તન સાથે આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે. ટેર ટેર જય રમછોડ માખણ ચોરના નારા ગપુંજી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીને કારણે 2020માં ત્રણેય રથને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરવી પડી હતી જ્યારે 2021માં ભક્તો વિના જ રથયાત્રા યોજાઇ હતી. પરંતુ આ વખતે બે વર્ષ બાદ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં જગતના નાથ નગરચર્યાએ નીકળશે. જેના કારણે આ વખતે ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. રથયાત્રાના આખા રૂટ 'જય રણછોડ'ના (Jay Ranchod) નાદથી ગૂંજી ઉઠ્યા છે.

    આ પણ વાંચોAhmedabad Rathyatra Live: દરિયાપુરમાં મુસ્લિમ સમાજે રથયાત્રાનું કર્યું સ્વાગત, કોમી એકતા અને શાંતિ તરીકે કબૂતર ઉડાડીને સંદેશો આપ્યો

    આ બાજુ સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ત્યારે આ સમાચાર લખાય છે ત્યારે ગજરાજ નીજ મંદિર તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે, અને રથ શાહપુરથી આગળ વધી ગયા છે. સામાન્ય રીતે ભગવાનના ત્રણ રથ ત્યાં પહોંચે જે બાદ ભક્તો પ્રસાદી લેતા હોય છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ પહોંચે છે ત્યારે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. આ સાથે મંદિરથી સરસપુર આવતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad jagganath rathyatra, Jagannath Rathyatra, Rathyatra, Rathyatra 2022, અમદાવાદ રથયાત્રા, રથયાત્રા, હર્ષ સંઘવી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन