Home /News /ahmedabad /Uttarayan 2023: ઉત્તરાયણને લઈને ‘કરૂણા અભિયાન-2023’ માટે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો

Uttarayan 2023: ઉત્તરાયણને લઈને ‘કરૂણા અભિયાન-2023’ માટે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો

સરકારે કરૂણા અભિયાન શરૂ કરવા માટે પરિપત્ર જાહેર કર્યો

Uttarayan 2023: રાજ્યમાં ઉતરાયણનો તહેવાર નજીક આવતાંની સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરી દેવા માટે સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં ઉતરાયણનો તહેવાર નજીક આવતાંની સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરી દેવા માટે સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અંતર્ગત જિલ્લાના પશુ નિયામક જે ફાયર ઓફિસર, ચીફ નગરપાલિકા ઓફિસર, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાજ્યમાં સેવા આપતી જુદી જુદી વીજ કંપનીઓના એમડી, જિલ્લાના કલેક્ટર, જિલ્લાના પોલીસ અધિકારી, જિલ્લાના વન પર્યાવરણ અધિકારી સહિત સામાજિક સંસ્થાઓ માટે પરિપત્ર બહાર પાડવમાં આવ્યો છે.

કરુણા અભિયાન અંગે પરિપત્ર


આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યજીવ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના સંદર્ભપત્રથી ‘કરૂણા અભિયાન-2023’ 10 જાન્યુઆરી, 2023થી 20 જાન્યુઆરી, 2023 દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને બચાવ, સારવાર, ચાઈનીઝ દોરીથી બનતા બનાવ રોકવા, ઈલેક્ટ્રીક થાંભલા તેમજ વાયરોમાં ભરાયેલી પંતગ/દોરીના કારણે બનતા શોર્ટ સર્કિટ તેમજ આગના બનાવો રોકવા, જુદા-જુદા વિસ્તારોમાં ફેલાયેલી દોરી પતંગના કચરાનો નિકાલ કરવા માટે વિવિધ સરકારી વિભાગો, સ્વયંસેવિ સંસ્થાઓ તેમજ ઉત્સુક યુવાનોના સહકારથી કરૂણા અભિયાનની કામગીરી કરવાની થાય છે.’


પરિપત્રમાં તમામ સૂચનાઓ આપી


તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ કરુણા અભિયાન અંતર્ગત જે-તે જિલ્લા કલેકટરોએ નવ જાન્યુઆરીના રોજ પોતાના જિલ્લામાં આવેલી જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા વિભાગો સાથે બેઠક કરી તૈયારીઓ માટેની સૂચના આપશે. કરુણા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પશુ-પક્ષીઓને સારવાર આપવાની હોય છે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ સાથે જ પશુચિકિત્સકો એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ પોતાના વોલેન્ટીયર પણ મૂકતા હોય છે અને તેની મદદ પણ રાજ્ય સરકાર આ અભિયાન અંતર્ગત લેતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનને તો બનાવવા માટે ગાંધીનગરથી તમામ જિલ્લા કલેકટરોને આ અભિયાન અંતર્ગત કેવા કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.’
Published by:Vivek Chudasma
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन