Home /News /ahmedabad /પોસ્ટ કોવિડ બાદ વધતા હાર્ટએટેકના બનાવોમાં તાત્કાલિક સારવાર આપવા પ્રદેશ ભાજપનો માસ્ટર પ્લાન
પોસ્ટ કોવિડ બાદ વધતા હાર્ટએટેકના બનાવોમાં તાત્કાલિક સારવાર આપવા પ્રદેશ ભાજપનો માસ્ટર પ્લાન
ભાજપનો માસ્ટર પ્લાન
BJP Master Plan: પ્રદેશ ભાજપ ડોકટર સેલ દ્વારા તારીખ 02 એપ્રિલથી રાજયની 38 કોલેજોમાં આશરે 1,200 જેટલા તબીબો કાર્યકરોને CPR ટ્રેનિંગ આપશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતે તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
અમદાવાદ: પ્રદેશ ભાજપ ડોકટર સેલ દ્વારા તારીખ 02 એપ્રિલથી રાજયની 38 કોલેજોમાં આશરે 1,200 જેટલા તબીબો કાર્યકરોને CPR ટ્રેનિંગ આપશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતે તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી તાત્કાલીક સારવાર કેવી રીતે મળી રહે તે માટે આ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવશે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકરોને ડોકટર સેલ દ્વારા તારીખ 02 એપ્રિલથી અંદાજે 1,200થી વધુ તબીબો દ્વારા ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવશે. આ કાર્યક્રમનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે તો રાજયના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાવતી મહાનગરની સિવિલ હોસ્પિટલ બી.જે મેડિકલ કોલેજથી કરશે. તેમજ કાર્યક્રમ સવારે 09 વાગ્યાથી સાંજે 06 કલાક સુઘી ચાલનાર છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ કે વધુમાં વધુ કાર્યકરોને સીપીઆરની ટ્રેનીંગ આપીને જનતાને મદદ મળે. આ અંગે માહિતી આપ્યા પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, રાજકીય પાર્ટી ચૂંટણી લક્ષી કાર્યક્રમો થકી સિમિત હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હમેંશા સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની વચ્ચે રહે છે.
સેવાકીય કાર્ય કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ પ્રદેશ સંગઠન રત્નાકરજીનું સતત માર્ગદર્શન મળે રહે છે જે અંતર્ગત આવતીકાલથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બુથથી લઇ પ્રદેશ કક્ષા સુધીના કાર્યકરો ટ્રેનીંગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી તાત્કાલીક સારવાર કેવી રીતે મળી રહે તે માટે આ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના સુચનથી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર સીપીઆરની ટ્રેનીગં લે તેવો આગ્રહ છે જેથી સવારથી સાંજ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સુરત ખાતે તો રાજયના મુખ્યમંત્રી અમદાવાદ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો રાજયના જુદા જુદા મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યઓ પણ જુદી જુદી હોસ્પીટલમાં ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીપીઆર ટ્રેનીગ કાર્યક્રમમાં જોડાશે જે એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત થશે કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ટ્રેનીંગ લઇ જનતાને ઉપયોગી થશે.