Home /News /ahmedabad /અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલને ભગવો કલર લાગશે, AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયો નિર્ણય

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલને ભગવો કલર લાગશે, AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયો નિર્ણય

અમદાવાદ શહેરમાં નવા સ્ટ્રીટ લાઇટ પોલ પર ભગવો કલર લગાવાશે.

AMC News: એએમસી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં સુચન કરાયું છે કે અમદાવાદ શહેરમાં નવા સ્ટ્રીટ લાઇટ પોલ પર ભગવો કલર લગાવાશે. શહેરમાં નવા વિસ્તારમાં લાગતા નવા સ્ટ્રીટ લાઇટ પોલ કલર બદલાશે અને ભગવા કલરથી સ્ટ્રીટ લાઇટના પોલ રંગાશે.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટના પોલ હવે કેસરિયા થશે. જીહા શહેરના નવા વિસ્તારમાં નવા પોલને ભગવો કલર લાગશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના નવા વિસ્તારોમાં સિલ્વર સાથે કેસરી કલરના પોલ પણ જોવા મળશે.

    એએમસી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં સુચન કરાયું છે કે અમદાવાદ શહેરમાં નવા સ્ટ્રીટ લાઇટ પોલ પર ભગવો કલર લગાવાશે. શહેરમાં નવા વિસ્તારમાં લાગતા નવા સ્ટ્રીટ લાઇટ પોલ કલર બદલાશે અને ભગવા કલરથી સ્ટ્રીટ લાઇટના પોલ રંગાશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે.

    આ પણ વાંચો: એક વર્ષ પેહલા અમેરિકાથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપત્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો

    એએમસી સ્ટેડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટનું કહેવું છે કે, શહેરમાં ભીનો અને સુકો કચરો અલગ કરવા એએમસી વધુ ડસ્ટબીન ખરીદશે. અત્યાર સુધી એએમસી દ્વારા 20 કરોડના ડસ્ટબીન અપાયા છે. હજુ પણ અનેક વિસ્તારમાં ડસ્ટબીન આપવાનું આયોજન છે. 16 લાખ ટેક્સ કરદાતાઓ ડોર ટુ ડોર ડસ્બીન આપવાનું આયોજન એએમસીએ કર્યું છે.

    તમને જણાવી દઇએ કે, આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવી બસોને નવી ડિઝાઇન કેસરી કલર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમા 500 જેટલી બસ આગામી 6 મહિનામાં તૈયાર કરવાનો ટાર્ગેટ એસટી નિગમને અપાયો હતો. જે અંતર્ગત શહેરમાં કેટલીક નવી બસો કેસરીયા કલર સાથે રોડ પર જોવા મળી ચૂંકી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AMC latest news, AMC project, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन