Home /News /ahmedabad /અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ

અમદાવાદની શાળાના 300 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરાતાં ભાવિ પર પ્રશ્નાર્થ

પરીક્ષા માટે આવી રીતે કરો અરજી : સ્ટેપ 1: icsi.eduની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. સ્ટેપ 2: હોમપેજ પર ઉપલબ્ધ CSEET July 2022 session registration લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: અહીં ઉમેદવારોએ યોગ્ય રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા, જરૂરી ફીની ચૂકવણી કરવી અને છેલ્લે ફોર્મ સબમિટ કરવું પડશે. સ્ટેપ 4: ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.

સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં 10 અને 12માં ધોરણમાં 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસુલવામાં આવી હતી. પણ જ્યારે પરીક્ષા માટે બોર્ડના ફૉર્મ ભરવાની વાત આવી ત્યારે આખો વિવાદ સપાટી પર આવ્યો

અમદાવાદ : જે પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ વાંચનની તૈયારીઓ કરવી જોઈએ તેની જગ્યાએ વિદ્યાર્થીઓ સ્કૂલ અને અધિકારીઓની કચેરીના ધક્કા ખાતા થઈ ગયા છે. કારણ કે આગામી મે મહીનામાં ધોરણ 10અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે. સ્કૂલના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચે અમદાવાદની કાલુપુર વિસ્તારની શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી. જેને લઈને વિદ્યાર્થીઓએ પહેલાં શાળામાં અને બાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચી હલ્લો મચાવ્યો હતો.

વિદ્યાર્થીઓનો રોષ જોતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેવુ અધિકારીએ આશ્વાસન આપ્યું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી અનુપમ વિદ્યાલય અને વી. આર. શાહ હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. અનુપમ સ્કૂલની માન્યતા જુલાઈ 2020મા રદ થઈ હતી. મહત્વની વાત એ છે કે આ એક જ બિલ્ડિંગમાં 5 સ્કૂલો ચાલુ હતી ઉપરાંત સ્કૂલના ભોંય તળિયે કોમર્શિયલ એક્ટીવિટી થતી હતી. ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીઓમાં 2 ભાઈઓ વચ્ચે પણ કાયદાકીય તકરાર ચાલી રહી હતી. જેના કારણે સ્કૂલમાં અનિયમમતા વધતી રહી હતી અને અનુપમ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ

આ સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં 10 અને 12માં ધોરણમાં 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસુલવામાં આવી હતી. પણ જ્યારે પરીક્ષા માટે બોર્ડના ફૉર્મ ભરવાની વાત આવી ત્યારે આખો વિવાદ સપાટી પર આવ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સંચાલકોને અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરતા રહ્યા પણ ફોર્મ ભરાયા નહીં.

વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ હલ્લો પણ મચાવ્યો. વિદ્યાર્થીઓના રોષને જોતા DEOના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાને છે પરંતુ હાલ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે.
First published:

Tags: Ahmedabad school, Board examination, Board Exams, School, અમદાવાદ