Home /News /ahmedabad /

ST નિગમનો નિર્ણય, પ્રવાસીઓની સલામતી માટે ડ્રાઇવરોને બસ પાણીમાં ન ઉતારવા સૂચના

ST નિગમનો નિર્ણય, પ્રવાસીઓની સલામતી માટે ડ્રાઇવરોને બસ પાણીમાં ન ઉતારવા સૂચના

ગોંડલ ખાતે બસ પાણીમાં ફસાઈ હતી.

ગોંડલના ઉમવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી હોવા છતાં એસ.ટી. બસ ઉતારી મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઇવર સસ્પેન્ડ.

અમદાવાદ : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain Forecast in Gujarat) પડી રહ્યો છે. હજુ અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોઝવેમાં પાણી હોય તો બસને પસાર ન કરવી. આ ઉપરાંત બસના ડ્રાઇવરે જે તે વિસ્તારના ડેપો સાથે સંપર્કમાં રહેવું. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તે આ અંગની માહિતી ડેપોમાંથી મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. (આ પણ વાંચો : સુરતમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસ બાદ એસ.ટી. વિભાગે લીધો મોટો નિર્ણય)

એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે એસટી નિગમની તમામ ડ્રાઇવરોએ આ નિયમનું પાલન કરવાનું છે. બેદરકારી રાખનાર ડ્રાઇવર સામે પગલાં લેવાશે. આ અંગે તમામ ડેપોમાં પણ સૂચના આપવામાં આવી છે. ડેપો મેનેજર પોત-પોતાના વિસ્તારની માહિતી મેળવતા રહે અને કોઝવે અથવા તો રોડ ઉપર પાણી ભરાયેલા હોય તો તે રૂટના ડ્રાઇવરોને તેમણે જાણ કરવાની રહેશે. એટલું જ નહીં બસ ડ્રાઇવર અને કંડક્ટર પણ રાત્રી રોકાણ નજીકના ડેપોમાં કરે તેવી સૂચના આપવાનમાં આવી છે. જો કોઈ રૂટ ઉપર પાણી ભરાયેલા હોય તો બસને બીજા રૂટ પરથી લઇ જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી



નોંધનીય છે કે આ અંગેની સૂચના ડ્રાઇવરોને આપાવામાં આવી હોવા છતાં ગુરુવારે ગોંડલના ઉમવાડા રેલવે અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં ગોંડલ-પાવાગઢ રૂટની બસના ડ્રાઇવરે બસ નાખી હતી. અંડરબ્રિજમાં પાણી ખૂબ વધારે હોવાથી બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. ડ્રાઇવરને આવી ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gujarat ST, Heavy rain, ST Bus, Water-logging, ચોમાસુ

આગામી સમાચાર