Home /News /ahmedabad /અમદાવાદ: એસટી બસ ચાલકે દંપતીને લીધું અડફેટે, મહિલાનું ઘટનાસ્થળે જ મોત, સીસીટીવી આવ્યા સામે

અમદાવાદ: એસટી બસ ચાલકે દંપતીને લીધું અડફેટે, મહિલાનું ઘટનાસ્થળે જ મોત, સીસીટીવી આવ્યા સામે

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

Ahmedabad ST bus accident: સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક દંપતીને એસ.ટી. બસ ટક્કર મારે છે. જે બાદમાં એક્ટિવા પર સવાર મહિલા પર બસનું આગળનું ટાયર ફરી વળે છે.

અમદાવાદ: અમદાવાદમાં બે દિવસ પહેલા અકસ્માત (Ahmedabad accident)નો એક બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ડ્રાઇવરનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બીજી તરફ આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ બનાવ 22મી મેના રોજ બન્યો હતો. સીસીટીવી હોવા છતાં ટ્રાફિક પોલીસ એસ.ટી. બસના ડ્રાઇવર સુધી કેમ પહોંચી શકે નથી તે એક મોટો સવાલ છે.

બસ ચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધું


મળતી માહિતી પ્રમાણે રવિવારના રોજ આશ્રમ રોડ પર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસના ડ્રાઇવરે એક્ટિવા પર જઈ રહેલા એક દંપતીને અડફેટે લીધું હતું. બસની ટક્કર બાદ દંપતી નીચે પટકાયું હતું. જેમાં વીણાબેન પર બસનું ટાયર ફળી વળ્યું હતું. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બનાવ સીસીટીવીમાં કેદ


એવી માહિતી મળી છે કે દંપતી નહેરુબ્રિજથી ટાઉન હોલ રોડ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન બસ ચાલકે તેને અડફેટે લીધું હતું. જેમાં બસનું ટાયર ફરી વળતા રોડ પર પટકાયેલા મહિલાનું મૃત્યું થયું હતું. આ બનાવ રવિવારે બપોરના સમયે બન્યો હતો.

આ પણ વાંચો: નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યાનો ભેદ ખુલ્યો

મળતી માહિતી પ્રમાણે સોલામાં રહેતા મનુભાઈ પટેલ અને વીણાબેન પટેલ એક્ટિવપ પર સવાર થઈને લાલ દરવાજા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા. આ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે ટ્રાફિક પોલીસ બે દિવસ પસાર થયા હોવા છતાં ચાલકને પકડી શકી નથી.

આ પણ વાંચો: પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી પ્રેમી યુગલનો આપઘાત


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે


આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક દંપતીને એસ.ટી. બસ ટક્કર મારે છે. જે બાદમાં એક્ટિવા પર સવાર મહિલા પર બસનું આગળનું ટાયર ફરી વળે છે. બીજી તરફ એક્ટિવા પર સવાર પુરુષને ટક્કર વાગતા તે ફંગોળાઈને રસ્તા પર પડકાય છે. અકસ્માતનો બનાવ બનતા જ આસપાસના લોકો દોડીને પહોંચી રહ્યાનું પણ જોઈ શકાય છે.
First published:

Tags: ST Bus, અમદાવાદ, ગુનો, પોલીસ, સીસીટીવી