રોંગ સાઇડ ડ્રાઇવ, અમદાવાદમાં ST બસ ચાલકને મળ્યો પાંચ હજારનો મેમો

News18 Gujarati
Updated: September 28, 2019, 10:44 PM IST
રોંગ સાઇડ ડ્રાઇવ, અમદાવાદમાં ST બસ ચાલકને મળ્યો પાંચ હજારનો મેમો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના કાલુપુર સર્કલ પાસેથી રોંગ સાઈડમાં ભયજનક રીતે બસ હંકારનાર એસટી બસના (st bus) ચાલકને પાંચ હજારનો મેમો મળ્યો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: અમદાવાદમાં રોંગ સાઈડમાં (rongside) જતા વાહનચાલકોને પાઠ ભણાવવા ટ્રાફિક પોલીસે ડ્રાઇવ (traffic police drive) શરૂ કરી છે. ત્યારે અમદાવાદના કાલુપુર સર્કલ પાસેથી રોંગ સાઈડમાં ભયજનક રીતે બસ હંકારનાર એસટી બસના (st bus) ચાલકને પાંચ હજારનો મેમો મળ્યો છે.

કાલુપુર સર્કલ પાસે સવારથી જ દ્રાઈવ હોવાથી ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે સવારે 10 વાગ્યા આસપાસ GJ.18.Z.4937 નંબરની એક એસટી બસ રોંગ સાઈડ પસાર થતી હતી. ત્યારે ત્યાં હાજર પીએસઆઇ ડી.કે.કટારાની નજર આ એસટી બસ પર પડી હતી. તેમને વિચારી લીધું કે માત્ર ખાનગી વાહનોને જ નહીં ઓણ સરકારી વાહનો સામે પણ કાર્યવાહી કરવી પડે. અને આ બસના ચાલક ને રોક્યો હતો.

મેમો


ગુર્જર નગરી એસટી બસના ચાલક ઇકબાલ ભાઈ મન્સૂરી (વડોદરા)ને રોકીને તેને જણાવ્યું હતું કે નવા નિયમ અને દંડ મુજબ તેને રોંગ સાઈડમાં ભયજનક રીતે બસ હંકારી જેથી પાંચ હજાર દંડ થશે. ચાલક ઇકબાલ ભાઈએ પહેલા આનાકાની કરી પણ પોલીસ તો ક્યાં અત્યારે કોઈનું સાંભળે છે કે રાખે છે. એટલે પોલીસની કામગીરીમાં સહકાર આપી પાંચ હજાર દંડ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસની રોંગ સાઇડ ડ્રાઇવ, બે દવિસમાં 170 કેસમાં રૂ.2.70 લાખનો દંડ

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તા.26થી 30 સપ્ટેમ્બર સુધી રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે દ્રાઈવ યોજી કાર્યવાહી થવાની છે. ત્યારે તા.26 અને 27મી ના રોજ પોલીસે રોંગ સાઇડની ડ્રાઇવમાં 170 કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસુલ્યો છે.
First published: September 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...