અમદાવાદઃ લગ્ન ન થતાં તણાવમાં આવી SRP જવાને કર્યો આપઘાત!

પાડોશીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા મહિનાથી તેના લગ્ન માટે એક બે જગ્યાએ વાતચીત પણ ચાલી રહી હતી. આ ઉપરાંત એક વર્ષ પહેલા તેણે મગજની બીમારીની સારવાર પણ કરાવી હતી.

News18 Gujarati
Updated: September 16, 2018, 8:22 AM IST
અમદાવાદઃ લગ્ન ન થતાં તણાવમાં આવી SRP જવાને કર્યો આપઘાત!
એસઆરપી જવાન
News18 Gujarati
Updated: September 16, 2018, 8:22 AM IST
અમદાવાદઃ શહેરમાં નરોડા વિસ્તારમાં એક એસઆરપી જવાને આપઘાત કરી લીધાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે લાંબા સમયથી લગ્ન ન થવાને કારણે એસઆરપી જવાને લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. મૃતક મેહુલ રાવલ(38) નરોડા પાટીયા ખાતે આવેલા એસઆરપી ગ્રુપ-2માં ફરજ બજાવી રહ્યો હતો. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શનિવારે સવારના સાડા દસ વાગ્યાની આસપાસ ક્વાર્ટરના મેસ પીકેટ રૂમમાં ફરજ દરમિયાન મેહુલે ઇન્સાસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મેહુલ રાવલ તેની માતા સાથે અહીં રહેતો હતો. પોલીસના મતે મેહુલ પોતાના લગ્ન ન થતાં હોવાથી સતત માનસિક તણાવમાં રહેતો હતો. અને આજ કારણે તેણે આપઘાત કરી લીધાની આશંકા છે. પોલીસે મેહુલ રાવલના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે મેહુલ મૂળ ગોંડલનો વતની હતી. તે છેલ્લા 15 વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવતો હતો. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા મહિનાથી તેના લગ્ન માટે એક બે જગ્યાએ વાતચીત પણ ચાલી રહી હતી. આ ઉપરાંત એક વર્ષ પહેલા તેણે મગજની બીમારીની સારવાર પણ કરાવી હતી.
First published: September 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...