IPL-10: ફાઇનલ મેચ દરમિયાન અમ્પાયરથી થઇ ચુંક,મેચનું પાસુ પલટી ગયું હોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 11:31 AM IST
IPL-10: ફાઇનલ મેચ દરમિયાન અમ્પાયરથી થઇ ચુંક,મેચનું પાસુ પલટી ગયું હોત
આઇપીએલ 10માં મુંબઇ અને પુણે વચ્ચે ફાઇનલ મેચ દરમિયાન એવું થયુ તેનાથી રમત રમતનું પાસુ પલટાઇ શકત. આખરી બોલ સુધી મેચ પહોચી જ ન હતો. આ મોકો આવ્યો હતો લક્ષ્યનો પીછો કરી રહેલી પુણેની બેટિંગ દરમિયાનથયુ હતું કંઇક આવું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 11:31 AM IST
આઇપીએલ 10માં મુંબઇ અને પુણે વચ્ચે ફાઇનલ મેચ દરમિયાન એવું થયુ તેનાથી રમત રમતનું પાસુ પલટાઇ શકત. આખરી બોલ સુધી મેચ પહોચી જ ન હતો. આ મોકો આવ્યો હતો લક્ષ્યનો પીછો કરી રહેલી પુણેની બેટિંગ દરમિયાનથયુ હતું કંઇક આવું.
મુંબઇએ પહેલા બેટિંગ કરતા પુણેને 130 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પુણેની ટીમએ 71 રન પર બંને ઓપનિંગ બેસ્ટમેન ગુમાવી દીધા હતા. પિંચ પર કેપ્ટન સ્ટીવન સ્મિથ સારી બેટિંગ કરતા હતા. રહાણે પછી જો સ્મિથ આઉટ થયો હોત તો ધોની સહિતના ખેલાડીઓ પર દબાણ વધી જાત અને પુણેનું છેલ્લી ઓવર સુધી પહોચવું મુશ્કેલ બની જાત.
એક બોલથી બદલાઇ જાત પરિણામ
પીચ પર ધોની અને સ્મિથ બેટીંગ કરતા હતા સ્મિથ સ્ટ્રાઇક પર હતા સામે બોલર કુણાલ પંડ્યા હતો. 14મી ઓવરના 5મી બોલ કુણાલે લેગ સાઇડ ફેકી. સ્મિથએ આ બોલ પર પેડલ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સીધી કીપર પાર્થિવ પટેલના હાથમાં પહોચી હતી. પાર્થિવ અને કુણાલે જોરદાર અપીલ કરી પરંતુ અંમ્પાયર નાઇજેલ લોન્ગએ નોટ આઉટનો નિર્ણય આપ્યો હતો. ચોકાવનારી વાત એ છે કે ત્યારે સ્ટીવન સ્મિથ પણ વાઇડ બોલનો ઇસારો માગતા હતા પરંતુ અમ્પાયરે તે નિર્ણય પણ ન આપ્યો. ખેલાડી આઉટ પણ ન થયો કેમ કે અમ્પાયરના અનુમાન મુજબ બોલ બેટ કે ગ્લવ્સને નથી અડી પરંતુ જો આવું થયું હોય તો બોલ વાઇડ હોવી જોઇતી હતી. પરંતુ એવું પણ ન થયું. આ વાતથી બધા હૈરન રહી ગયા હતા.

પછી બતાવ્યું રીપલે
આ પછી ટીવી પર આનું રીપલે દેખાડાયું હતું. રીપલેમાં આ બોલ સ્નિકોમીટરની મદદથી દેખાડી તો જોવા મળ્યુ બોલ સ્મિથના ગ્લવ્સને અડીને ગઇ હતી. સામાન્ય સંપર્ક હતો એટલે અમ્પાયર તેને પરખી શક્યા ન હતા. જો કે સવાલ તો ઉઠશે જ કેમ કે અમ્પાયરે ન તો આઉટનો નિર્ણય આપ્યો અને ન તો વાઇડ બોલ આપી હતી. જો કે સ્ટીવ સ્મિથે કેપ્ટની ઇનીગ્સ રમી અને ટીમને જીતાડવાનો પુરો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્મિથ આખરી ઓવરમાં 51 રન પર આઉટ થયો અને પુણેએ મેચ અને ખિતાબ 1 રનથી ગુમાવી દીધો હતો.
First published: May 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर